મોરબીમાં કુતરાઓનો આતંક : 15 દિ’માં 188 ને બટકા ભર્યાMay 16, 2019

  • મોરબીમાં કુતરાઓનો આતંક : 15 દિ’માં 188 ને બટકા ભર્યા

મોરબી તા.16
મોરબીમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા ઢોર અને શ્વાનનો આતંક વધી ગયો છે ત્યારે મોરબીમાં એક બે નહીં પરંતુ 188 લોકોને શ્વાનો એ બચકા ભર્યાનો ચોંકાવનારો અહેવાલ બહાર આવ્યો છે જેમાં મોરબી સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડો.દુધરેજીયાના જણાવ્યા અનુસાર મોરબી માં ગત તા.1 મેથી તા.15 મેં સુધીમાં બાળકો ,યુવાનો અને વૃદ્ધો એમ કુલ મળી 188 લોકોને શ્વાનો એ શિકાર બનાવી બચકા ભરતા ઇજાગ્રસ્ત થયા હોવાનાં કેસ નોંધાયા છે જેમાં 36 લોકોને હડકાયા કૂતરા અને 150 લોકોને સાદા શ્વાનો એ બચકા ભર્યા હોવાનું ધ્યાનમાં આવેલું છે જેમાં તમામ લોકોને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે અને અન્ય કોઈ આડઅસર ન થાય એ માટે વેકશીન પણ આપવામાં આવી છે જેનો કોર્સ પૂર્ણ કર્યા બાદ જ દર્દીઓને સમ્પૂર્ણ રીતે સારવાર પુરી કરી હોવાનું શકાય છે અને આ એ ઉપરાંત મોરબી સિવિલ હોસ્પિટલ તંત્ર પણ આ બાબતે સજાગ છે અને વેકશીન નો સ્ટોક પણ જરૂરિયાત મુજબ કરી લેવામાં આવ્યો છે ત્યારે મોરબી નગરપાલિકા પ્રમુખ કેતન વિલપરા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે પાલિકા તંત્ર દ્વારા રખડતા ઢોર પકડવા માટે કોન્ટ્રકટ ભૂતકાળમાં આપેલા છે અને પકડવામાં પણ આવ્યા છે પરંતુ શ્વાનો દ્વારા મોરબીમાં પહેલી વાર આ રીતે બચકા ભરવાના કેસ એક સાથે પહેલી વાર ધ્યાનમાં આવ્યા છે ત્યારે પાલિકા તંત્ર દ્વારા પણ આગામી સમયમાં જુદી જુદી જગ્યાએ થી શ્વાનો ને પકડી પાંજરાપોળ જેવી જગ્યાઓ પર મુકવામાં આવશે અને મોરબી વાસીઓ તેના વિસ્તારમાં કોઈ આવા પ્રાણીઓ હોય તો મોરબી નગરપાલીકા નો સંપર્ક કરે જેથી પાલિકા દ્વારા તેની નોંધ લઈ યોગ્ય સ્થળે ખસેડવાની વ્યવસ્થા કરશે એટલું જ નહીં મોરબી સિવિલ હોસ્પિટલ માં પણ શ્વાનો નુ રાજ જોવા મળે છે જેના લીધે સારવાર માટે આવતા દર્દીઓ અને મોટાભાગે બાળકો મહિલાઓ અને વૃદ્ધોમાં ભયનો માહોલ ઉભો થાય છે જેમાં ડોક્ટરની ચેમ્બર પાસે સૂતેલો શ્વાન તેની સાબિતી પુરે છે