મેંદરડાના ખડપીપળી ગામે ડમ્પરમાં ભભૂકી આગMay 16, 2019

જુનાગઢ તા. 16
મેંદરડાના ખડ પીપળી ગામેે ડમ્પરમાં આગ ભભૂકી ઉઠતાં ફાયર ટીમે પ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો જો કે, એ દરમિયાન ડમ્પરના ટાયર અને વાયરીંગ ખાખ થઇ જવા પામી હતી. કોઇ જાનહાની થવા પામી ન હતી.
મેંદરડા ખડપીપડીયા ગામ નજીક જીજે 3 એએક 8924 નંબરનું એક ડમ્પરમાં એકાએક આગ ભભૂંકી ઊઠતાં ચાલક અને કીલીનરે ટ્રકમાંથી નીચે ઊતરી ફાગરને જાણ કરતાં ફાયર સ્ટાફ તુરત જ ઘટના સ્થળે પહોંચયો હતો. અને 5 હજાર લીટર પાણીનો સતત મારો ચલીવી આગને કાબુમાં લીધી હતી. સદનસીબે કોઇ જાનહાની થવા પામી ન હતી. જો કે, ડમ્પરના ટાયર, વાયરીંગ આગમાં ખાખ થઇ જવા પામ્યા હતા.