ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે હવે ધોરણ 12 પાસ થવું જ કાફીMay 16, 2019

રાજકોટ તા. 16
ઈજનેરી સહિતના પ્રોફેશનલ કોર્સમાં એસીપીસી દ્વારા 20મી મેથી પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે. આ વર્ષથી ડિગ્રી ફાર્મસીમાં 45 ટકા ક્વોલિફાઈંગ ક્રાઈટેરિયા હતા તે દૂર કરીને ધો.12 પીસીબી સાથે પાસ હોય તેને લાયક ગણવા નિર્ણય થયો છે. ડિગ્રી આર્કિટેક્ચરમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ 50 ટકા સાથે પાસ હોવા જરૂરી છે. જ્યારે એમબીએ-એમસીએમાં પ્રથમ વખત ટયૂશન ફી વેવર સ્કીમ અમલી બનાવાઈ છે.
ડિગ્રી ઈજનેરીની પ્રવેશ પ્રક્રિયામાં 10 ટકા ઈડબલ્યૂએસનો અમલ કરવામાં આવશે તેમ મેમ્બર સેક્રેટરી ડો.વડોદરિયાએ આજે જાહેર કર્યું છે. તેમણે કહ્યું કે ડિગ્રી ફાર્મસીમાં પ્રવેશ માટે ગત વર્ષ સુધી ધો.12 માં 45 ટકા હોવા જરૂરી હતા તેને આ વર્ષથી ફાર્મસી કાઉન્સિલે દૂર કર્યા છે. હવે વિદ્યાર્થી ધો.12માં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ કે બાયોલોજી સાથે માત્ર પાસ હોવો જરૂરી છે. ફાર્મસી કોલેજના ઈન્સ્પેક્શનમાં અઈંઈઝઊ અને ઙઈઈંના પ્રતિનિધિ સાથે જશે તેના કારણે કોલેજની મંજૂરીમાં વિલંબ નહીં થાય. એમબીબીએસમાં ટયુશન ફી વેવર સ્કીમ અમલી એમબીએ-એમસીએમાં આજ સુધી કોઈપણ સ્કોલરશીપ મળતી નહોતી. તેના કારણે અઈંઈઝઊએ ચાલુ વર્ષથી ટયુશન ફી વેવર સ્કીમ અમલી બનાવી છે. જેનો વિદ્યાર્થી લાભ લઈ શકશે. ગત વર્ષે ડિગ્રી ઈજનેરી સહિતના કોર્સમાં ટીએફડબલ્યુની 3128 સીટ હતી તે પૈકી 1594 સીટ ભરાઈ હતી.કમિટીએ સાયબર કાફેમાં ફોર્મ ભરવા જવું નહીં. રાજ્યમાં 84 હેલ્પ સેન્ટરો છે ત્યાં વિનામૂલ્યે ફોર્મ ભરી અપાશે. ડિગ્રી આર્કીટેકચરમાં 50 ટકાનો ક્રાઇટએરિયા ડિગ્રી આર્કિટેક્ચરમાં ધો.12 સાયન્સમાં ફિઝિક્સ, કેમિસ્ટ્રી, મેથ્સ સાથે પાસ હોવા જરૂરી છે. તેમજ આ ત્રણ વિષયમાં ઓછામાં ઓછા 50 ટકા અને ધો.12માં પ્રેક્ટિકલ-થિયરી સાથે એગ્રિગેટ 50 ટકા હોવા જરૂરી છે. પ્રવેશ નાટાના આધારે મળશે પરંતુ ક્વોલિફાઈંગ ક્રાઈટેરિયા આ નિયત કરાયા છે. જ્યારે ડિપ્લોમાના વિદ્યાર્થીએ મેથ્સ સાથે પાસ થવું જરૂરી છે.