ઉપલેટામાં કબડ્ડી ટૂર્નામેન્ટ સંપન્નMay 16, 2019

ઉપલેટા તા.16
ઉપલેટા શહેરમાં નગરપાલિકા સંચાલિત મ્યુનિસિપલ આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઓપન સૌરાષ્ટ્ર રાત્રી પ્રકાશ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રની 17 ટીમોએ ભાગ લીધો હતો. આ ટુર્નામેન્ટમાં ઉપલેટાની ધાર્મી ટીમ ચેમ્પિયન બની હતી. જ્યારે દ્વિતીય વિજેતા તરીકે સુરેન્દ્રનગરની ટીમ અને તૃતીય વિજેતા તરીકે ઉપલેટાની શિવ ટીમ વિજેતા બની હતી. પ્રથમ વિજેતા ટીમને રૂપિયા 11000 દ્વિતીય વિજેતા ટીમને રૂપિયા 7500 અને તૃતીય વિજેતા ટીમને રૂપિયા 2500 નો રોકડ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. વિજેતાઓને શિલ્ડ તથા પ્રમાણપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા. ખેલાડીઓમાં સંઘ ભાવના વધે તેમજ કબડ્ડી જેવી રમતમાં ખેલાડીઓને રસ જાગે અને વધારે પ્રસાર ફેલાવો થાય એવા આશયથી આ કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રાત્રી પ્રકાશ કબડ્ડી ટુર્નામેન્ટમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ દાનાભાઈ ચંદ્રવાડીયા નગર પાલિકા સદસ્યો રમેશભાઈ કપુપરા, ભાયાભાઈ વસરા, મનોજભાઈ નંદાણીયા સહિતના સદસ્યો ઉપસ્થિત રહી ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.