ભાનુશાળી હત્યાકેસનાં ચાર આરોપીની મિલકત ટાંચમાં લેવા તજવીજ શરૂMay 16, 2019

  • ભાનુશાળી હત્યાકેસનાં ચાર આરોપીની મિલકત ટાંચમાં લેવા તજવીજ શરૂ

રાજકોટ તા. 16
ભાજપના પુર્વ ધારાસભ્ય જયંતી ભાનુશાળી હત્યા કેસમાં કોર્ટે મનીષા ભાનુશાળી તથા પુણેના ત્રણ આરોપીને ભાગેડુ જાહેર કર્યા છે. આરોપીઓ એક મહિનામાં હાજર નહી થાય તો પોલીસ તેમની મિલ્કતો ટાંચમાં લેશે. પોલીસે કલેક્ટર ઓફિસમાંથી આરોપીઓની મિલ્કતો અંગેની માહિતી મંગાવી છે.
ભાનુશાળી હત્યા કેસમાં ભચાઉની કોર્ટે મનીષા ગોસ્વામી, સુરજીત ભાઉ, નિખીલ થોરાત અને રાજુ થોરાતને ભાગેડુ જાહેર કર્યા છે. જો આરોપીઓ એક મહિનામાં પોલીસ સમક્ષ હાજર નહી થાય તો તેમની મિલકતો ટાંચમાં લેવાની તજવીજ હાથ ધરવામાં આવશે, એમ એસઆઈટીના વડા અને આ કેસની તપાસ કરી રહેલા ગૌતમ પરમારે જણાવ્યું હતું.
પ્રાથમિત તપાસમાં મનીષા ગોસ્વામી ભુજ અને વાપીમાં મિલકતો ધરાવતી હોવાનું જણાયું છે. જ્યારે અન્ય ત્રણ આરોપીઓ પુણેના રહેવાસી છે અને પુણેમાં મિલ્કતો ધરાવે છે. જોકે આરોપીઓના નામે ક્યાં અને કેટલી પ્રોપર્ટી છે તે કલેક્ટર ઓફિસમાંથી માહિતી મળ્યા બાદ ખ્યાલ આવશે, એમ પોલીસે કહ્યું હતું. ત્યારબાદ
પોલીસ સીઆરપીસીની કલમ 82 મુજબ આરોપીઓની મિલ્કતો ટાંચમાં લેશે.
અત્રે અલ્લેખનીય છે કે જયંતી ભાનુશાળી 8 જાન્યુઆરી 2019નાં રોજ ભુજથી સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં અમદાવાદ આવી રહ્યા હતા ત્યારે પુણેના બે શુટરોએ ગોળી મારીને તેમની હત્યા કરી નાંખી હતી.
બાદમાં બન્ને આરોપી ચેઈન પુલ્લિંગ કરીને ભાગી ગયા હતા.