પરિણીતા પર દુષ્કર્મનાં કેસમાં ઉપસરપંચના જામીન ફગાવાયાMay 16, 2019

  • પરિણીતા પર દુષ્કર્મનાં કેસમાં ઉપસરપંચના જામીન ફગાવાયા


મોરબી તા. 16
મોરબીના ખેવારીયા ગામે પરિણીતા ઉપર વારંવાર બળાત્કાર ગુજારવાના કેસમાં પોલીસે પકડેલા ઉપસરપંચની જામીન અરજીને કોર્ટે ફગાવી
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબી તાલુકાના ખેવારીયા ગામે પરિણીતા ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારીને તેના દીકરા અને પતિને જાનથી મારી નાખવાની ધમકી આપનાર ઉપસરપંચ જયદીપ ઠાકરશીભાઈની પોલિસે ધરપકડ કરી હતી. આ અંગે આરોપી દ્વારા એડી. ડિસ્ટ્રીકટ જજ ઉપાધ્યાયની કોર્ટમાં જામીન માટે અરજી કરવામાં આવી હતી. ત્યારે ફરિયાદી પક્ષના વકીલ દિલીપ અગેચણીયાની ધારદાર દલીલોને ધ્યાને લઈને કોર્ટ દ્વારા આરોપીની જામીન અરજી નામંજૂર કરી દેવામાં આવી હતી અને આ જામીન રદ કરી દેતા ઉપસરપંચ ને જેલવાસ લાંબો ગુજારાવાનો સમય આવી ગયો છે.