અમરેલી સરકારી બી.એડ કોલેજનું 100 ટકા પરિણામ, જીનલ રૂપારેલીયા પ્રથમMay 16, 2019

  • અમરેલી સરકારી બી.એડ કોલેજનું 100 ટકા પરિણામ, જીનલ રૂપારેલીયા પ્રથમ


અમરેલી તા.16
તાજેતરમાં જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા બીએડ સેમ-4 ની પરીક્ષાઓ તથા ઇન્ટરશીપ સહિતની પરીક્ષાઓ પૂર્ણ કરવામાં આવ્યા બાદ બીએડ સેમ-4 નું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીણામ જાહેર કરવામાં આવેલ છે. અમરેલી ખાતે આવેલ સરકારી બીએડ કોલેજનું પરીણામ 100 ટકા આવેલ છે. જેમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ 84.12 ટકાથી લઇ 95.32 ટકા માર્કસ મેળવ્યા છે.
જેમાં અમરેલીના વરીષ્ઠ પત્રકાર મિલાપભાઇ રૂપારેલીયાની પુત્રી જીનલે અમરેલી સરકારી બીએડ કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવ્યો છે. ચારેય સેમના કુલ 2500 માંથી 2383 માર્કસ મેળવી 95.32 ટકા માર્કસ મેળવ્યા છે. આમ કોલેજના પ્રથમ ક્રમાંક મેળવી રૂપારેલીયા પરિવારનું ગૌરવ પણ વધારેલ છે.
આજે બીએડ કોલેજનું પરિણામ જાહેર થતાની સાથે જ તાલીમ ભવન સરકારી બીએડ કોલેજમાં પ્રથમ ક્રમાંક મેળવનાર જીનલ રૂપારેલીયાએ કોલેજ પરિવાર તથા સગાસંબંધી તથા સ્નેહીજનોએ શુભેચ્છા પાઠવી હતી.