જામનગર મનપાની મિલકત વેરા વળતર યોજના 31મીએ પૂર્ણ, લાભ લેવા અપીલMay 16, 2019

જામનગર તા. 16
જામનગર મહાનગરપાલિકા દ્વારા ચાલુ નાણાંકીય વર્ષ 2019-20 માં એડવાન્સ મિલ્કત વેરા તથા વોટરચાર્જ રકમ ભરપાઇ કરનાર કરદાતાઓ તા. 16/2/2019 થી તા. 31/5/2019 સુધી નિયત થયેલ અલગ-અલગ કેટેગરી મુજબ રીબેટ યોજના ચાલુ હોય, આ રીબેટ યોજનાનો લાભ લેવા શહેરનાં મિલ્કતધારકોને જાણ કરવામાં આવે છે.
આ રીબેટ યોજના અંતર્ગત તા. 16/04/2019 થી તા. 15/05/2019 સુધીમાં 18,450 લાભાર્થીઓએ રૂ. 66,81,357 /- નો મિલ્કત વેરા રીબેટનો તથા 98,03 લાભાર્થીઓને રૂ. 15,05,719/- નો વોટરચાર્જ રીબેટનો લાભ મેળવેલ છે. આમ, રીબેટ યોજના દરમ્યાન તા. 15/05/2019 સુધીમાં કુલ-28,253 લાભાર્થીઓએ કુલ રૂ. 81,86076/- નો રીબેટનાો લાભ મળવેલ છે. જ્યારે ચાલુ નાણાંકીય વર્ષ દરમ્યાન કુલ રૂ. 8.75 કરોડ મિલ્કત વેરા તથા રૂ. 2.10 કરોડની વોટરચાર્જની વસુલાતની થવા પામેલ છે.રીબેટ યોજનામાં સામાન્ય કરદાતાઓ સિવાય અન્ય કેટેગરીમાં આવતા મિલ્કતધારકોએ જામનગર મહાનગરપાલિકા હસ્તકનાં કેશ કલેેકશન ઉપર કેટેગરી મુજબનાં આધારો વેરીફાઇ કર્યા બાદ જ કેટેગરી મુજબનું રીબેટ ઓનલાઇન મળી શકશે નહિ.
રીબેટ યોજના અંતર્ગત મિલ્કતવેરા (સામાન્યકર), ક્ધઝર્વન્સી એન્ડ સુઅરેજ ટેકસ (સફાઇકર), સોલિડવેસ્ટ કલેકશન ચાર્જ તથા વોટરચાર્જમાં (1) સામાન્ય કરદાતાઓને 10 ટકા રીબેટ (2) સીનીયર સીટીઝન કરદાતાઓને 15 ટકા રીબેટ (3) શારિરીક ખોડખાપણવાળા કરદાતાઓને 15 ટકા રીબેટ (4) બી.પી.એલ. કાર્ડધારક વિધવા કરદાતાઓને 15 ટકા રીબેટ (5) ક્ધયા છાત્રાલયો (કોઇપણ સ્વરૂપે ફી ન લેતા હોય અને ચેરીટેબલ ટ્રસ્ટ નીચે રજીસ્ટર્ડ થયેલ હોય તેવી) ને 25 ટકા રીબેટ (6) માજી સૈનિકોને 25 ટકા રીબેટ (7) સ્વાતંત્ર્ય સેનાનીઓ અને શહીદોની વિધવાઓને 25 ટકા રીબેટ (8) અનાથાશ્રમ, વૃધ્ધાશ્રમ, અપંગ આશ્રમ અને અંધાશ્રમને 25 ટકા રીબેટનો લાભ આપવામાં આવતો હોય, આ રીબેટ યોજનાનો લાભ લેવા શહેરનાં કરદાતાઓેને અનુરોધ કરવામાં આવે છે.
મિલ્કત વેરા તથા વોટરચાર્જની રકમ (1) જામનગર મહાનગરપાલિકા, મુખ્ય કેશ કલેકશન વિભાગ (2) ત્રણેય (સરૂ સેકશન, રણજીતનગર તથા ગુલાબનગર) સીટી સીવીક સેન્ટરો (3) જામનગર શહેરમાં આવેલી એચ.ડી.બી.આઇ. બેંકની શહેરની તમામ શાખાઓ (4) મોબાઇલ
ટેકસ કલેકશન વેેન મહાનગરપાલિકાની વેબસાઇટ ૂૂૂ. ળભષફળળફલફિ. ભજ્ઞળ પર ઓનલાઇન પણ સ્વીકારવામાં આવશે.