ભાવનગર નજીક વરતેજ પાસે હત્યા, લૂંટના બનાવમાં આરોપીને આજીવન કેદMay 16, 2019

ભાવનગર તા.15
વરતેજ નજીક ટ્રાન્સપોર્ટની ઓફિસમાં કેશીયરની હત્યા કરી
લૂંંટ ચલાવવાના કેશમાં સંડોવાયેેલ આરોપીને આજીવન કેદની સજા અદાલતે ફરકારી હતી.
આ કેસની પ્રાપ્ત વિગતો મુજબ ગત તા.19/5/2014ના રોજ સવારે 10 પથુભા ભાવસિંહ ચૌહાણ તેમની ઓફિસે આવેલા બાજુમાં પ્રેમદાસ ઉર્ફે બટુકભાઈ વેણીરામ અગ્રવાત જાતે સાધુ તેઓ પણ તેમની ઓફિસ જયમાતાજી ટ્રાન્સપોર્ટની ઓફિસ ખોલેલ તેઓ ઓફિસમાં બેસી ટ્રાન્સપોર્ટના ભાડા ચુકવે છે બપોરે જમીને 4:30 વાગ્યાથી તેઓ તથા તેમના ભાગીદાર ઘનશ્યામભાઈ કાનાભાઈ ચૌહાણ તેઓ બંને તેમની ઓફિસમાં બેઠા હતા.
આ સમયે સદ્ગુરૂ કોમ્પ્લેક્ષમાં કુલદીપભાઈનું કમાન પાટાનું ગેેરેજ છે તેણે તેમના નામનો સાદ કરીને બોલાવતા તેઓ તુરંત બહાર નીકળેલા તો તેઓએ જોયું તો જયમાતાજી ટ્રાન્સપોર્ટ ઓફિસના કેશીયર પ્રેમદાસભાઈ ઉર્ફે બટુકભાઈ સાધુ જે તેની ઓફિસની બહાર નીચે બેઠા હતા અને તેના લોહી વાળા હાથ હતા જેથી તેઓ તુરંત ત્યાં ગયેલ તો આ કામના ફરીયાદી પથુભા ચૌહાણે કેશીયર પ્રેમદાસભાઈ સાધુએ કહેલ કે, લાલ શર્ટ વાળાએ તેમને જોરથી એક છરીનો ઘા મારેલ છે. અને છરી પેટમાં રહી ગયેલ છે. તેમ વાત કરેલી પછી તે બહુ બોલી શકયા ન હતા. જેથી ફરીયાદીએ તુરંત તેના શેઠના નંબર ઉપર ફોન કરેલ તે દરમ્યાન 108માં ફોન કરતા ઈજા ગ્રસ્ત ને તુરંત સર.ટી.હોસ્પિટલમાં ખસેડવાસમાં આવેલ જયાં તેમનું મોત નિપજયું હતું. આ બનાવ હત્યામાં પરીણામ્યો હતો.
વરતેજ પોલીસે આ બનાવની ઘનિષ્ઠ તપાસ હાથ ઘરી આ હત્યા અને લુંટના કેસમાં સંડોવાયેલ આરોપી દિનેશભાઈ ઘીરૂભાઈ બારૈયા (ઉ.વ.23) ધંધો ડ્રાઈવીંગ રહે. લાખણકા, તા.ધોઘા, જી. ભાવનગર)નું નામ ખુલતા પોલીસે આરોપીને ઝડપી લીધો હતો.
ભાવનગરના ડીસ્ટ્રીકટ એન્ડ સેસન્સ જજ શુભદાબેન બક્ષીની અદાલતનમાં ચાલી જતા અદાલતે આરોપીને આજીવન કેદની સજા અને રૂા.5 હજારનો દંડ અને આરોપી દંડ ન ભરે તો વધુ એક માસની કેદની સજા. જો હુકમ કર્યો હતા.