ધોરાજી દલિત યુવા વિકાસ સંગઠન દ્વારા આવેદનપત્રMay 16, 2019

  • ધોરાજી દલિત યુવા વિકાસ સંગઠન દ્વારા આવેદનપત્ર


ધોરાજી તા.16
રાજસ્થાન અલવર સામૂહિક બળાત્કાર કાંડ તથા બાવળા દલિત યુવતી હત્યાકાંડ સંદર્ભે તેમજ લહોર ગામમાં વરઘોડાનાં મુદે 150 દલિત પરીવારનાં સામૂહિક બહીષ્કાર તાત્કાલિક પગલાં લેવા આમ દરેક જગ્યાએ દલિતો પર અત્યાચારનો કિસ્સાઓ વધતાં જાય છે. ઉપરોક્ત બનાવો સંદર્ભે રાજકોટ જીલ્લા દલિત વિકાસ સંગઠનનાં સમગ્ર દલિત સમાજમાં ઉગ્ર રોષ વ્યાપેલો જોવાં મળે છે. ઘટનાઓ આરોપીઓ તથા તેને છાવરનાર પોલીસ અને વહીવટી તંત્ર સામે કડકમાં કડક કાયદેસર કાર્યવાહી કરવામાં આવે એ માંગ લઈને આજરોજ ધોરાજી દલિત યુવા વિકાસ સંગઠન દ્વારા ડેપ્યુટી કલેકટરને આવેદનપત્ર આપીને યોગ્ય ન્યાય મળે તેવી માંગ અને સુત્રોચ્ચાર કરવામાં આવેલ હતું.