વિંછીયા પંથકમાંથી નવ ગેરકાયદે નળ કનેકશન ઝબ્બેMay 16, 2019

જસદણ તા.16
અછતની પરિસ્થિતિમા પીવા ના પાણી ની પાઈપલાઈન ઉપર ગેરકાયદેસર કનેકશન કાપવા માટે પ્રાંત અધિકારી જસદણ ના માર્ગદશન હેઠળ વિછીંયા ના મામલતદાર ,તાલુકા વિકાસ અધિકારી તથા પાણી પુરવઠા બોર્ડ ના સ્ટાફ/લાઈનમેન સાથે પોલીસ સ્ટાફ રાખી ગેરકાયદેસર કનેકશન કાપવા કાર્યવાહી કરવામાં આવી હતી.
વિછીંયા તા.ના ગુંદાળા, દ્ડ્લી, મોટાહડ્મતીયા, છાસીયા, મોઢુકા, સોમ પીપળીયા વિ .ગામો માં આશરે 8થી9 ગેરકાયદેસર કનેકશનો ઝડપી તાકીદે દુર કરવામાં આવેલ તથા ગેરકાયદેસર કનેક્શન દુર કરી લગતી સંસ્થા/વ્યક્તિ ઓંને દડ ભરી જવા નોટીસ આપવામા આવેલ છે.
પ્રાત અધિકારી ,જસદ્ણ દ્વારા પિવાના પાણીની પાઇપલાઇનમાથી ગેરકાયદેસર કનેક્શનો દૂર કરવા દરેક તાલુકામા ટીમોનુ ગઠન કરી, અવારનવાર આકસ્મિક ચેકિંગ કરવા સુચના આપવમા આવેલ છે ત્થા ગેરકાયદે કનેક્શનો તુરતજ દૂર કરી, દંડાત્મક કાર્યવાહી કરવા ઉક્ત ટીમોને ત્થા ચિફ ઓફિસર, જસદણ ને જણાવેલ છે.