માંગરોળ નજીક પથ્થર સાથે બાઈક અથડાતા આધેડનું મોતMay 16, 2019

જુનાગઢ,તા.16
માંગરોળ-પોરબંદર હાઈવે ઉપર મંગળવારે રાત્રીના ર વાગ્યાનાં અરસામાં એક બાઈક પથ્થર સાથે અથડાઈ જતાં માધવપુરના એક આઘેડનું ઘટના સ્થળેજ અકસ્માતમાં મોત નીપજયુ હતુ. જયારે એક વ્યકિતને ઈજાઓ થવા પામી હતી.
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર માંગરોળના ઘોડાદર ગામનાં વેજાભાઈ મોહનભાઈ બારીયા ઉ.વ.4પ તેનાં માધવપુર ગામના સગા સાથે મોટરસાયકલ પર માંગરોળ પોરબંદર હાઈવે ઉપર જઈ રહ્યા હતા. ત્યારે સાંગાવાડી ગામ નજીક મોટર સાયકલ ચાલક રમેશભાઈ ડાયાભાઈ ઢાકેચા ઉ.વ.પ0,માધવપુર ઘેડવાળાનું મોટર સાયકલ પથ્થર સાથે અથડાઈ જતાં મોટર સાયકલ ગોથુ ખાઈ ગયુ હતુ અને રમેશભાઈને માથા અને શરીરનાં અંદરના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટના સ્થળેજ તેનુ મોત નીપજયુ હતુ.
દરમીયાન જાણવા મળેલ વિગતો અનુસાર રમેશભાઈ માધવપુર ગામે ગામ પંચાયતના રીમાન્ય સફાઈ કામદાર હતા અને તેને બે દીકરા અને બે દીકરીઓ પરીવારમાં હોવાનું જાણવા મળેલ છે.