જામનગર જિલ્લામાં પાણીની મોકાળ 341 ગામમાં ટેન્કરના ફેરા વધારાયાMay 16, 2019

  •  જામનગર જિલ્લામાં પાણીની મોકાળ 341 ગામમાં ટેન્કરના ફેરા વધારાયા

જામનગર તા,16
જામનગર જિલ્લાની પાણી સમિતિ, અછત અંગેની બેઠક યોજાઇ. જેમાં ધ્રોલ જોડિયામાં ઘાસડેપો કાર્યરત, જિલ્લામાં ટેન્કરના ફેરા વધારાયા જિલ્લામાં 313 ગામોમાં નર્મદા પાઇપ લાઈન, ડેમ આધારીત જુથ યોજના દ્વારા 28 ગામો આમ કુલ 341 ગામોમાં યોજના મારફત તથા વ્યક્તિગત બોર, કુવા આધારીત યોજનામાંથી તથા 77 ગામ અને 13 ગામ અને 34 પરા વિસ્તારમાં 10, 000 લીટરના કુલ 115 ફેરા ટેન્કરથી પાણી વિતરણ કરવામાં આવે છે.
ઉપરાંત જામનગર, લાલપુર, કાલાવાડ તાલુકાના 9 પરા અને 4 ગામને ટેન્કરથી પાણી આપવા મંજુરી આપવામાં આવી છે, જે મુજબ જામનગરના ચેલા-2 વાડી વિસ્તારને 2 , લાખાબાવળ વાડી વિસ્તારને 1, ખારા બેરાજા ગામને 2, દરેડ સોસાયટી વિસ્તારને 4, લાલપુરના ગજણા ગામને 2, કાનાછિકારી નેસ વિસ્તાર ચારણ નેસને 1, કાઠી તડ વાડીવિસ્તાર-નેસ અને રેલ્વે સ્ટેશન વિસ્તારને 0.50, વાવડી વિરેશ્વર વાડીવિસ્તાર તથા વનાણા વાડીવિસ્તારને 0.50, વિજયપુર વાડીવિસ્તારને 0.50, ગોદાવરી વાડી વિસ્તારને 1, ટેભડા વાડીવિસ્તારને 1, કાલાવડના મેવાસા (હરીપર) ગામને 0.50, મકાજી મેઘપર ગામને 3 ટેન્કરોના ફેરાને મંજુર કરવામાં આવ્યા હતાં તથા મિયાત્રા ગામે થયેલ બોર પર પાવર કનેક્શન માટે પીજીવીસીએલને સુચના આપવામાં આવી હતી.
સોરઠા ગામે નવી પંપીંગ મશીન લોકફાળા દ્વારા આપવામાં આવી અને નાઘેડી અવધ નગરમાં ટેન્કર ફેરો વધારવામાં આવ્યો. જોડીયા ગામની પાણીની મુશ્કેલી નિવારવા સ્ટોરેજ માટેના નવા સંપની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ધ્રોલમાં 1 ઘાસડેપો લતીપુરમાં 1 ઘાસડેપો તથા જોડિયા તાલુકામાં એક ઘાસડેપો કાર્યરત છે તથા જામનગર જિલ્લાના 51 અસરગ્રસ્ત તાલુકાના કુલ 31454 ખાતેદારોને કુલ રૂા.3337.09 લાખ સહાયની રકમ ચુકવી છે.ગૌશાળા પાંજરાપોળને રૂા.36,13,835ની સબસીડી ચુકવી છે.