રાષ્ટ્રીયના નિર્માણ માટે સંતો ચલાવશે દેશવ્યાપી અભિયાન: પૂજય મુકતાનંદ બાપુMay 16, 2019

  • રાષ્ટ્રીયના નિર્માણ માટે સંતો ચલાવશે દેશવ્યાપી અભિયાન: પૂજય મુકતાનંદ બાપુ

વિસાવદર તા. 16
પ.પૂજય અખિલભારતિય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષની પદવી મળ્યા બાદ મુકતાનંદજીબાપુએ હમણા થોડા સમય પહેલા બીહારમાં એનું સંતોનું મહાઅધિવેશન બોલાવેલ ત્યારબાદ તા. 14/5/16ના ોરજ હરીદ્વાર ખાતે સંતો મહંતોની એક બેઠક જયરામ આશ્રમ ખાતે મળેલ જેમાં પ.પૂજય મુકતાનંદજીબાપુ ભારત સાધુ સમાજના અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ સ્વામી બ્રહ્મસ્વરૂપ બ્રહ્મચારીજી તેમજ સ્વામી ચીન્જાઆનંદ સરસ્વતિજી તેમજ સ્વામી ચિદાનંદ મુની મહારાન તેમજ મહામંડલેશ્ર્વર સ્વામી અર્જુનપુરી તથા મહંત દેવાનંદ સરસ્વતિ મહામંડલેશ્ર્વર સ્વામી કપીલમુની પુર્વ પાલીકાપ્રમુખ સતપાલ બ્રહ્મચારી સ્વામી ઋષી રામકૃષ્ણ શ્રી મહંત સાધનાનંદજી સંત જગજીતસિંહ મહંત મોહનસિંહ સ્વામી કેશવાનંદજી સ્વામી હરીહરાનંદ મહંત પ્રેમદાસ સ્વામી રવિદેવ શાસ્ત્રી
ઉપસ્થીત રહેલ.
મહાકુંભ પ્રયાગરાજમાં પ.પૂજય મુકતાનંદજીબાપુને ભારતિય સાધુ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ ઘોસીત કરવામાં આવેલ ત્યારથી બાપુ સતત રાષ્ટ્રના નિર્માણ માટે પ્રવાસ ભારતભરમાં કરી રહેલ છે. જન જાગરણ અભિયાન ચલાવવા અને તેની રૂપરેખા તૈયાર કરવા માટે ત ા. 16મેના રોજ બેઠક મળશે. તેમાં તેની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. ત્યાર બાદ તા. 16-17 નવેમ્બરમાં અમદાવાદ ખાતે દ્વારકા પીઠાધિશ્વર જગદગુરૂ શંકરાચાર્ય સ્વામી સ્વરૂપાનંદ સરસ્વતી ની અધ્યક્ષતા ભારત સાધુ સમાજનું સંત સંમેલન મળશે તા. 14ના રોજ ભીમગોડા સ્થિત જયરામ આશ્રમ ખાતે મળેલ સાધુ સમાજની મીટીંગમાં ધર્મ - સંસ્કૃતિ રામભમંદિર જેવા અહમ મુદ્દા પર ચર્ચા કરાવમાં આવશે. રાષ્ટ્રીય પ્રવકતા સ્વામી ઋષિશ્વરાનંદજી કહેલું કે જલદીથી ભારત સાધુ સમાજની કાર્યકારી બેઠક કરી દેશભરમાં પદાધિકારીઓનો નિયુકતી થઇ જશે. બાદમાં આગાગમી 2021માં મહાકુંભ હરીદ્વારમાં આવતો હોય તો તે બાબત ઉતરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવત સાથે મુલાકાત કરશે સ્વામી ચિન્મયાનંદ સરસ્વતી અને સ્વામી ચિદાનંદમુની સ્વામી વિભીન્ન સમસ્યાઓના નિરાકરણ માટે સાધુ સમાજ દેશભરમાં કાર્યો કરી રહેલ છે. અખિલ ભારતીય સાધુ સમાજના અધ્યક્ષ તેવા શ્રી પ.પૂજય મુકતાનંદબાપુએ કહેલ કે સંતોને સંગઠીત કરી સંપુર્ણ ભારત દેશમાં સાધુ સમાજના રાષ્ટ્રના નિર્માણ માટે અભિયાન ચલાવશે.