ધોરાજીમાં બગીચાઓના 60 લાખના કામમાં મોટો ભ્રષ્ટાચાર, બેનરો લાગ્યાMay 16, 2019

  • ધોરાજીમાં બગીચાઓના 60 લાખના કામમાં મોટો ભ્રષ્ટાચાર, બેનરો લાગ્યા

ધોરાજી તા,16
રાજકોટના ધોરાજી શહેરમાં છેલ્લા ઘણાં સમયથી લોકો પોતાના પ્રશ્ર્નોને લઈને તંત્ર સામે જાહેરમાં બેનરો લગાવીને વિરોધ કરી રહી છે.ત્યારે ધોરાજી નગરપાલિકા સંચાલિત જનતા બાગ પાછળ રૂપિયા 60 લાખ જેવી મોટી રકમનો વપરાશ થયો હોવા છતાં પણ જનતા બગીચાની યોગ્ય સુવિધા ન મળતાં શહેરના કોઈ જાગૃત નાગરિક દ્વારા બેનરો લગાવીને પાલિકા સતાધીશોની પોલ ખોલી નાખી છે
ધોરાજી શહેરના જમનાવડ રોડ પર જાહેરમાં જનતા દ્વારા લગાવેલા બેનરોમાં શહેરના જનતા બાગ પાછળ રૂપિયા 60 લાખનો ખર્ચો ભૂતકાળમાં ભાજપ સાશિત નગરપાલિકા દ્વારા કરવામાં આવ્યો હતો.જેમને લઈને એ સમયે કોંગ્રેસ દ્વારા બગીચાના ભ્રષ્ટાચારને લઈને વિજીલન્સ તપાસ કરાવીશું તેવાં વચનો શહેરની જનતાને આપ્યા હતાં.તેમાં એ સમયે રોડ-રસ્તા પાણી જેવી લોકોની પાયાની સુવિધાઓ ન સંતોષવામાં આવતા ગુજરાતમાં ભાજપની જ સરકારને ભાજપ સાશિત નગરપાલિકાને સસ્પેન્ડ કરવાની ફર્જ પડી હતી.
બાદમાં ધોરાજી નગરપાલિકા ઉપર કોગ્રેસ કબ્જે કર્યા બાદ પણ લોકોના રોડ-રસ્તા પાણી અને બગીચાના પ્રશ્ર્નો ન સંતોષવામાં આવતા લીકોએ જાહેરમાં બેનરો લગાવીને ભાજપ કોંગ્રેસનો અનોખો વિરોધ કર્યો છે.બેનરોમાં શહેરના જનતા બાગ પાછળ પાલિકામાં ભાજપના સાશનકાળ દરમિયાન વપરાયેલા રૂપિયા 60 લાખ તેમજ કોંગ્રેસ દ્વારા તેમની સામે ભ્રષ્ટાચારના મુદે આપેલ વિજીલન્સ તપાસની માંગના પોકળ વચનોની સાથે બગીચાની ફરતે બાંધકામ કરવામાં આવેલ દુકાનો કોના કહેવાથી બનેલ છે તેવાં પ્રશ્ર્નો રજૂ કરવામાં આવ્યાં છે.
આ ઉપરાંત ભૂતકાળમાં ભાજપ સરકારે ખૂદના ભાજપ સાશિત ધોરાજી નગરપાલિકાને કરેલ સુપરસીડની જેમ કોંગ્રેસની નગરપાલિકા સુપરસીડ કેમ નથી કરવામાં આવતી જેવા સવાલો લોકો દ્વારા કરવામાં આવતા ધોરાજીના રાજકારણમાં ગરમાવો વ્યાપી જવાં પામ્યો છે.