માળિયા મિંયાણા પંથકમાં વીજ તંત્રના ધાંધીયાથી પરેશાનીMay 16, 2019

મોરબી તા.16
માળિયા મિયાણા પંથકમાં રમજાન માસમાં જ વીજતંત્રના ધંધિયા થતાં લોકો ત્રાહિમામ પોકરી ઉઠ્યા છે.
માળીયા પંથકમાં હાલમાં મુસ્લિમ બીરાદરોનો પવિત્ર રમજાન માસ ચાલી રહ્યો છે. દર વર્ષ કરતા આ વર્ષે ગરમીનુ પ્રમાણ પણ બહુ વધુ છે.આવા સંજોગોમાં રમજાન માસ દરમિયાન પણ વીજ ધાંધીયાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. વહેલી સવારે 4:00 વાગ્યા બાદ પવિત્ર માસનુ રોજુ રાખવામાં આવે છે. જયારે રાત્રે ત્રણ વાગ્યા આસપાસ અચાનક માળિયા શહેરમાં લાઇટ ગુલ થઈ જાય છે. આ બાબતે માળિયાના સામાજિક કાર્યરતા ઓસમાણભાઇ જેડાએ જણાવ્યુ હતુ કે રમજાન મુબારકના પવિત્ર માસમાં આવી રીતે અચાનક લાઇટ ગુલ થઈ જાય છે. ત્યારે ઇલે.સિટી ઓફિસનો ફોન પર સંપર્ક કરતા સામેથી કોઈ જવાબ મળતો નથી. જો આ રીતે ઇલે.સિટી.બોર્ડ પોતાની મનધડંત નીતિ રીતિ ચલાવ્યા રાખશે અને સત્વરે આ સમસ્યા હલ નહી થાય તો માળિયા શહેરની જનતાને સાથે રાખી ઇલે.સિટી.બોર્ડની ઓફિસ પર ગાંધી ચીંધ્યા માર્ગે ના છુટકે આંદોલન કરવાની ફરજ પડશે એવું એક યાદીમાં જણાવ્યું હતું.