ગૌતમ બુદ્ધની 2563મી જન્મજયંતી નિમિત્તે શનિવારે શોભાયાત્રાMay 16, 2019

જામનગર તા,16
બૌદ્ધ સમાજ દ્વારા ગૌતમ બુદ્ધની 2563 મી જન્મજ્યંતી નિમિત્તે શાંતિ સંદેશ યાત્રા (શોભાયાત્રા)નું આયોજન તા. 18ના સાંજે 4 વાગ્યાથી મહાત્મા જ્યોતિબા ફૂલે ચોક, જુના રેલવે સ્ટેશનમાં કરવામાં આવ્યું છે. મહાત્મા જ્યોતિબા ફૂલે ચોકથી શોભાયાત્રાનો પ્રારંભ થશે અને બેડીગેઈટ, રણજીત રોડ, ચાંદીબજાર, માંડવી ટાવર, હવાઈચોક, પંચેશ્વર ટાવર, ટાઉનહોલ થઈ લાલબંગલા સર્કલ, ડો. બાબા સાહેબની પ્રતિમાને વંદના કરી શોભાયાત્રા પૂર્ણ કરવામાં આવશે તથા રાત્રે 9 વાગ્યે સુજાતા સમૂહ ભોજન રાખવામાં આવ્યું છે.
બૌદ્ધ સમાજ, દલિત સમાજ તથા ફૂલે - આંબેડકરી વિચાર ધરાવતા લોકોને કાર્યક્રમમાં જોડાવા પ્રમુખ ધીરજલાલ આર. ગોહિલ દ્વારા જણાવાયું છે.