ઉના પ્રજાપતિ સમાજના છાત્રોનું કરાશે સન્માન May 16, 2019


ઉના તા.16
ઊના સોરઠીયા પ્રજાપતિ કુંભાર જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા બારમો સરસ્વતી સન્માન સમારંભનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં જ્ઞાતિના તેજસ્વી તારલાઓને જ્ઞાતિની સંસ્થા દ્વારા શીલ્ડ, દફતર, નોટબુક, બોલપેન, કમ્પાઉસ, ડીકક્ષનરી, સુટકેશ વિગેરે પુરસ્કાર રૂપે અર્પિત કરી સન્માનીત કરવામાં આવશે. ઊના તાલુકા સોરઠીયા પ્રજાપતિ જ્ઞાતિ પ્રગણાના દરેક વિદ્યાર્થીઓએ કે તેમના વાલીઓએ સંસ્થાના પ્રમુખ નાનજીભાઇ આર કીડેચા એડવોકેટ તેમજ સંસ્થાના ખજાનચી દીલીપભાઇ કેશવભાઇ ટાંકને ધો.1 થી ડીગ્રી સુધીના વિદ્યાર્થીઓએ તેમના માર્કશીટના પરીણામોની ઝેરોક્ષ નકલ તા.20/6 સુધીમાં પહોચાડવાની રહેશે.