જામનગરમાં RSS દ્વારા ગુરૂ દત્તાત્રેય પ્રભાત શાળાનો વાર્ષિકોત્સવMay 16, 2019

  • જામનગરમાં RSS  દ્વારા ગુરૂ દત્તાત્રેય પ્રભાત શાળાનો વાર્ષિકોત્સવ

જામનગર તા,16
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વર્ષોથી કાર્યરત ગુરુ દતાત્રેય પ્રભાતશાખા દ્વારા વર્ષભર શાખા લગાવી વિચારોની આપલે અને અંગ કસરતના દાવો સાથોસાથ સેવાકીય કાર્યો હાથ ધરવામાં આવે છે આ પ્રભાત શાખાના વાર્ષિકોત્સવ ગુરુ દાતાત્રેય મંદિર સામેના મેદાનમાં યોજવામાં આવ્યો હતો વૈશાખ શુક્લ અષ્ટમી યુગાબ્દ 5121 રાષ્ટ્રીય દિનાંક 22 વૈશાખને રવિવારે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં વિસ્તારના લોકો હજાર રહ્યા હતા.
ગુરુદતાત્રેય પ્રભાત શાખા ના વાર્ષિકોત્સવ કાર્યક્રમ પ્રસંગે મુખ્ય વક્તા તરીકે હાજર જાણીતા લેખત ચિંતક અને કવિ સતિષભાઇ વ્યાસ દ્વારા સાંપ્રત સમયમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ ની ભૂમિકા વિષે વિસ્તૃત છણાવટ કરી હતી અને રાષ્ટ્ર નિર્માણ માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના યોગદાન વિષે ચર્ચા કરી હતી જ્યારે કાર્યક્રમ માં બૌધ્ધિક વક્તા ગિરીશભાઈ બુધ્ધદેવ દ્વારા સંઘ ની સેવાકીય પ્રવૃતિઓ મોરબીની મચ્છુ હોનારત, કચ્છનો ભૂકંપ વિગેરે આપતી સમયે સંઘએ કરેલી સેવાકીય કાર્યવાહી વિષે અને સંઘના સ્વયંસેવક તરીકેની જવાબદારીઓ અંગે વિગતવાર માહિતી રજૂ કરી હતી.
કાર્યક્રમમાં અન્ય પ્રાસંગિક પ્રવચનો શાખા કાર્યવાહક અજયસિંહ જાડેજા તથા ઉપનગર કાર્યવાહક સિધ્ધાર્થભાઈ શેઠ દ્વારા કરવામાં આવ્યા હતા.
સેવાકીય કાર્યમાં અગ્રેસર ગુરુદતાત્રેય પ્રભાત શાખા દ્વારા વાર્ષિકોત્સવના કાર્ય સમયે પણ સેવા કાર્યો હાથ ધરવામાં આવ્યું હતું જેમાં વિસ્તારના લોકો પાસેથી સંઘના સ્વયંસેવકો પાસેથી પસ્તી એકત્ર કરી પક્ષીઓ માટે પાણીના કુંડા વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પીઢ આગેવાન ભાનુભાઇ પટેલ, મધુભાઈ રાવલ, સુરેન્દ્રભાઈ વ્યાસ અને ભૂપેન્દ્રભાઈ જાની, વ્રજલાલભાઈ પાઠક સહિતના સ્વયંસેવકો હાજર રહ્યા હતા.