જૂનાગઢમાં લેઉવા પટેલ સમાજના છાત્રોને ઉચ્ચ અભ્યાસ માટે લોન May 16, 2019

જૂનાગઢ તા.16
લેઉવા પટેલ સમાજનાં કોઇ પરિવારની આર્થિક સ્થિતી નબળી હોવાનાં સંજોગોમાં તેજસ્વી બાળકો અભ્યાસથી વંચીત રહી પોતાની કારકિર્દીને ઉજ્જવળ બનતી ના અટકાવે તે માટે જૂનાગઢ શહેરનાં લેઉવા પટેલ સમાજના શ્રેષ્ઠીઓ દ્વારા આવા વિદ્યાર્થીઓનાં વિદ્યાભ્યાસ માટે તેમને સહાયરૂપ બનવા માટેનું એક આશીર્વાદ રૂપ કાર્ય થઈ રહ્યું છે.
આર્થિક પરિસ્થિતીને કારણે વિદ્યાર્થીની અભ્યાસની શ્રૃંખલા અટકે નહી તે માટે જૂનાગઢ જિલ્લાનાં વતની હોય તેવા ધો-12ની વર્ષ 2019માં 75 ટકા ઉચ્ચ ગુણાંક સાથે પરીક્ષા ઉતિર્ણ કરેલ હોય અથવા જી-નેટ સ્લેટ આધારિત એડમીશન મેળવેલ હોય અને ઉચ્ચઅભ્યાસ માટે આર્થીક મદદની આવશ્યકતા હોય તેવા પરીવારનાં સંતાનોને લેઉવા પટેલ ઉચ્ચ કેળવણી સહાયક મંડળ જુનાગઢ દ્વારા વગર વ્યાજની લોન સહાય કરવામાં આવે છે.લોન સહાય મેળવવા માટે બસ સ્ટેશન સામે ન્યું સંકલ્પ કોમ્પલેક્સ ત્રીજા માળે આવેલ 320 નંબરની શ્રી સરદાર પટેલ કર્મચારી મંડળની ઓફીસ ખાતેથી આ માટેનાં ફોર્મ મેળવી ફોર્મ સવિગત અને સાધનિક કાગળો સાથે ત્યાં જ પરત કરવા તથા વધુ વિગત માટે 94282 49381 ઉપર પ્રાગજીભાઇ ત્રાપસીયાનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે.