વેકરીયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનો કાર્યક્રમ યોજાયોMay 16, 2019

  • વેકરીયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનો કાર્યક્રમ યોજાયો

તાજેતરમાં રાજકોટ ખાતે વેકરીયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનો કાર્યક્રમ યોજાઇ ગયો. રાજકોટ શહેરમાં મવડી નજીક આવેલ જે.કે.સાગર સોસાયટીમાં (મુળ ગામ ગોંડલ પાસેનો ખડવંથલી ગામના) હસમુખભાઇ વેકરીયા પરિવાર દ્વારા ભાગવત સપ્તાહનો કાર્યક્રમ યોજાઇ ગયો હતો. કથાની વ્યાસપીઠ પર ડીસા-પાલનપુરનો રહીશ કથાકાર શાસ્ત્રીજી રણછોડભાઇ આચાર્યએ બીરાજી પોતાની આગવી શૈલીમાં શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યું હતું. દરરોજ રાત્રે ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. કથામાં આવતા ધાર્મિક કાર્યક્રમોની ઉજવણી કરવામાં આવી હતી. દરરોજ બંને ટાઇમ પ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી.