હળવદમાં સંસ્કૃત સંભાષણ શિબિરMay 16, 2019

  • હળવદમાં સંસ્કૃત સંભાષણ શિબિર

હળવદ તા.16
સંસ્કૃત ભાષાનું મહત્વ પ્રાચીન સમયથી જ રહ્યું છે સંસ્કૃત ભાષાને દેવોની ભાષા પણ કહેવામાં આવે છે પ્રાચીન ગ્રંથો ધાર્મિક વિધિઓ સંસ્કૃતમાં જ છે આ વિધિઓ અને સમજવા માટે ભારતીય સંસ્કૃતિને સમજવા માટે સંસ્કૃત શીખવું આવશ્યક ગણાય છે
ભારતના પ્રત્યેક નાગરિક સંસ્કૃત ભાષા નો ઉપયોગ કરે તે માટે સાત દિવસ પંદર દિવસની સંસ્કૃત સંભાષણ શિબિરનું આયોજન સંસ્કૃત ભારતી કરે છે આવી જ એક સંસ્કૃત સંભાષણ ની શિબિર હળવદમાં ખાતે સાત દિવસની યોજવામાં આવી હતી જેમાં ભાઈઓ અને બહેનો મળીને 53 જેટલા શિબિરાથીઓએ નિયમિત રીતે ભાગ લીધો હતો સંસ્કૃત સંભાસણ શિબિરના સમાપનમાં સાત વર્ષની બાળા જેટલોદા મૈત્રીએ ગીતા શ્લોક થી મંગલાચરણ
કર્યું હતું.
નાયકષરા આર્યા એ સંસ્કૃતમ વદતુ સંસ્કૃત ગીત ગાયું હતું યાજ્ઞીક મૈત્રીએ સંસ્કૃતમાં વાર્તા સંભળાવી હતી જ્યારે પંકજ બાપોદરિયાએ પ્રેક્ષકો ને ઘડિયાળમાં કેટલા વાગ્યા છે તે સંસ્કૃતમાં બોલતા શીખવ્યું હતું સંસ્કૃત ભારતી ના મંત્રી જયશંકર ભાઈ રાવલ સંસ્કૃત સંભાષણ ઘરેઘરેપહોંચે તેવો અનુરોધ કર્યો હતો અને આ શિબિરના વર્ગ સંચાલક સાગરભાઇ પાઠક વધુને વધુ લોકો સંસ્કૃત ભાષા જાણે અને તેનો ઉપયોગ કરે તે માટેની જહેમત ઉઠાવી રહ્યા છે.