જેતપુરમાં મધર કેર હોસ્પિટલના ડો.રૂચિક સરવૈયા વિરુધ્ધ તબીબી બેદરકારીનો ગુનોMay 16, 2019

રાજકોટ તા,16
જેતપુરમાં મધર કેર હોસ્પિટલના ડો.રૂચિક સરવૈયા વિરુધ્ધ પોલીસમાં તબીબી બેદરકારીનો ગુનો નોંધાયો છે. બગસરાના ખારી ગામની પરિણિતાની પ્રસુતી દરમિયાન ગર્ભાશયનું ઓપરેશન કરવામાં બેદરકારી દાખવતા ગર્ભાશય અને આતરડુ ખરાબ થઈ જતા કઢાવવા પડ્યા હતા. આ અંગે પોલીસે તબીબ વિરુધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
જાણવા મળતી વિગત મુજબ બગસરા ખારી ગામે રહેતા ચંદુભાઈ પ્રવિણભાઈ ચુડાસમાએ જેતપુરમાં ધોરાજી રોડ પર આવેલી મધર કેર હોસ્પિટલના ડો.રૂચીક સરવૈયા વિરુધ્ધ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીની પત્નીનું માવતર જેતપુર હોય જેથી પ્રસુતિ માટે જેતપુર ગઈ હતી. દરમિયાન ગત તા.8/3ના રોજ પ્રસુતી માટે મધર કેર હોસ્પિટલમાં દાખલ કરાઈ હતી ત્યારે ડો.રૂચીક સરવૈયાએ ગર્ભાશયમાં બગાડ હોવાનું કહી તે કાઢવા માટે ઓપરેશન કરવાનું કહી ઓપરેશન દરમિયાન બેદરકારી દાખવી આતરડું બહાર કાઢી નાખેલુ જેના કારણે ફરિયાદીના પત્નીના ગર્ભાશય અને આંતરડુ ખરાબ થઈ જતા ઓપરેશન કરી કઢાવવુ પડ્યુ હતું. જેના કારણે શરીરમાં કાયમી ખોટ રહી જતા આરોપીએ બેદરકારી ભર્યું કૃત્ય જણાવ્યું હતું.આ અંગે પોલીસે ડો.રૂચીક સરવૈયા વિરુધ્ધ તબીબી બેદરકારીને ગુનો નોંધી પીએસઆઈ આર.કે.ચાવડાએ તપાસ હાથ ધરી છે.