ભાગમાં મનગમતું મકાન નહીં આવતા યુવાનનો આપઘાતMay 16, 2019

વઢવાણ તા.16
સુરેન્દ્રનગરમાં મજુયારી મિલ્કતના પિતાએ માત્ર નકકી કરેલા ભાગલામાં પોતાને મનગમતું મકાન નહિ આવતા યુવકે પોતાની દુકાનમાં જ જાહેરમાં પેટ્રોલ છાંટી આત્મવિલોપન કરી લેતા પરિવાર તેમજ વેપારી વર્ગમાં અરેરાટી સાથે શોકની લાગણી છવાઇ ગઇ છે.
આ બનાવ અંગેની જાણવા મળતી વિગત મુજબ સુરેન્દ્રનગરમાં માઇ મંદીર રોડ ઉપર રામબાણ મેડીકલના બાજુમાં આવેલી કાપડની આદીનાથ નામની દુકાનમાં જીનતાન રોડ પર રહેતા ગૌરાંગભાઇ કમલેશકુમાર દોશી (ઉ.વ.3પ) વાળાએ ભરચકક વિસ્તારમાં આવેલી પોતાની જ આ આદીનાથ નામની દુકાનમાં પોતાની જાતે જ શરીર પર કેરોસીન છાંટી આત્મ વિલોપન કરી લેતા વેપારી વર્ગમાં અરેરાટી સાથે દોડધામ મચી ગઇ હતી.
યુવકે જાતે જ અગ્નિ સ્નાન કરી ભડભડ સળગવા લાગતા આસપાસમાંથી દોડી આવેલા વેપારીઓ લોકોએ ગૌરાંગભાઇ સળગતા ઠારી 108 ને જાણકારી આપતા 108ને તાબડતોબ આવી યુવકને અતિ નાજુક હાલતમાં સારવાર માટે હોસ્પિટલે ખસેડાયો હતો. જયાં તબીબે તેની મૃત જાહેર કર્યા હતાં. આ અંગે મરનારના પિતા કમલેશભાઇ દોશીએ પોલીસને આપેલ નિવેદન મુજબ પોતે વૃઘ્ધ થયા હોઇ ઘર, દુકાન અને મિલ્કતના ભાગ નકકી કર્યા હતા પરંપુ હજી કોઇપણ સંતાનને મિલ્કતની સોૈંપણીકરી હતી નહિ માત્રકોને શું આપવું તે નકકી કર્યુ હતું. જેમાં ગૌરાંગભાઇને ગમતું મકાન તેમના ભાગમાં નહિ આવે તેવું નકકી થતા તે અતિ ગુસ્સામાં રહી ઝઘડા કરતો હતો જેથી કમલેશભાઇ તેને સમજાવતા કે હજી કયાં કોઇને મિલ્કત સૌપી દીધી છે છતાં આગળના સમયમાં મકાન અંગે વિચાર કરીશું.
પરંતુ ગૌરાંગભાઇને આ વાત મંજુર નહિ હોવાથી સતત ક્રોધીક રહેતા તેેણે આજેઆવેશમાં આવી જાત જલાવી લેવા જેવું અધટિત પગલુ ભરી લીધું હોવાનું પોલીસને જણાવતા પોલીસે આ બનાવ અંગે વધુ તપાસ હાથ ધરી છે.