સાયલા નજીક કારમાં થયેલ અધિકારીની હત્યાનો ભેદ ઉકેલાયો યુવકની ધરપકડMay 16, 2019

  • સાયલા નજીક કારમાં થયેલ અધિકારીની હત્યાનો ભેદ ઉકેલાયો યુવકની ધરપકડ

વઢવાણ તા,16
વઢવાણના સાયલા નજીક એક સપ્તાહ પહેલા ખેતીવાડી વિભાગના અધિકારીઈની તેની કારમાં હત્યા થયેલ. જેની તપાસ હાથ ધરતા એસઓજીએ સુરેન્દ્રનગરની કૃષ્ણનગર સોસાયટીમાંથી હત્યાના આરોપીને ઝડપી પાડી પુછપરછ હાથ ધરતા ઉપરોક્ત હત્યા કર્યાની કબુલાત આપી હતી.
બનાવની વિગત મુજબ એક સપ્તાહ પહેલા સાયલા નજીક ઈયોન કારમાંથી તિક્ષ્ણ હથીયારો વડે ગળાના અને છાતીના ભાગે ઈજાઓ થયેલ લાશ મળી આવેલ જે ખેતીવાડી વિભાગમાં ફરજ બજાવતા ગુણવંતરાય ઈચ્છાશંકર ભટ્ટની હોવાનું ખુલ્યા બાદ પોલીસ દ્વારા હત્યાનું કારણ અને હત્યારાના સગડ મેળવવા તપાસ હાથ ધરાઈ હતી.
બનાવની તપાસ કરતી એસઓજી પોલીસને ગઇકાલે મળેલ બાતમીના આધારે સુરેન્દ્રનગરની કૃષ્ણનગર સોસાયટીમાં તપાસ હાથ ધરી હત્યામા સંડોલવાયેલ ભાર્ગવભાઇ ઉર્ફે મુકેશભાઇ અમૃતલાલ જાની (ઉ.વ.20)નામના યુવાનની ધરપકડ કરી આકરી પૂછપરછ હાથ ધરતા સાયલા નજીક ગુણવંતરાય ભટ્ટની તેની કારમા હત્યા કર્યાની કબુલાત આપી હતી.
ઉપરોકત ખુનના ગુનાનો આરોપી પકડાઈ જતા પોલીસે હત્યાનું કારણ સહિતની જાણકારી માટે વધુ તપાસ હાથ ધરી છે.