કોટડા જૂથ પાણી પુરવઠા યોજનાના સંપમાંથી મોટરના વાયરની ચોરીMay 16, 2019

  • કોટડા જૂથ પાણી પુરવઠા યોજનાના સંપમાંથી મોટરના વાયરની ચોરી

રાજકોટ તા. 16
કોટડા સાંગાણીના નારણકા ચોકડી નજીક આવેલ કોટડા જુથ પાણી પુરવઠા યોજનાના સંપમાંથી રૂા. 10,200ની કિંમતના 90 મીટર વાયરની ચોરી થયાની ફરીયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે.
જાણવા મળતી વિગત મુજબ નારણકા ચોકડી અને પીપલાણા વચ્ચે આવેલા ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ ના નારણકા સળ દેડ વર્કસ કોટડા ગૃપ જુથ પાણી પુરવઠા યોજનાના પાણીના ટાકાંથી સંપનું સબમર્શીબલ મોટરના ઇલેકટ્રીક વાયર 45 મીટર (કિ.3500) તથા બીજો ખુલો પડેલો ઇલેકટ્રીક કોપર વાયર 45 મીટર (કિ.6700) મળી કોઇ શખ્સ કુલ રૂા. 10200ની કિંમતનો 90 મીટર વાયર ચોરી કરી ગયો હતો.
આ અંગે રીબડા રહેતા કોન્ટ્રાધકટર જયેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ વાઘેલાએ કોટડા સાંગાણી પોલીસ મથકમાં ચોરીની ફરીયાદ નોંધાવતા પીએસઆઇ કે.વી.સાંખલાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.