‘સાહેબ મને બચાવો, મારે લગ્ન નથી કરવા’ : 181ને સગીરાનો ફોનMay 16, 2019

  • ‘સાહેબ મને બચાવો, મારે લગ્ન નથી કરવા’ : 181ને સગીરાનો ફોન

જૂનાગઢ તા,16
સાહેબ જલ્દી આવો, મારી ઉમર ઓછી છે છતા મારા માતા-પિતા મારા લગ્ન કરાવે છે તેવો માણાવદર પંથકના એક ગામની સગીરાએ 181માં ફોન કરતા 181 ટીમ સત્વરે સગીરા સુધી પહોચી જઇ આ સગીરાને મદદ કરી હતી અને સગીરાએ માતા-પિતા સાથે રહેવાની ના પાડતા તેને શીશુ મંગલ ખાતે મોકલવામાં આવી હતી.
આગામી તા.19ના રોજ માણાવદર પંથકના એક ગામડામાં લગ્ન લેવાયા હતા. પરંતુ લગ્ન થનાર સગીરા હતી અને તેને આ લગ્ન કરવા યોગ્ય જણાતા ન હતા તેથી સગીરાએ 181માં કોલ કરીને જણાવ્યું હતું કે સાહેબ જલ્દી આવો, મારી ઉંમર ઓછી છે છતાં મારા માતા-પિતા લગ્ન કરાવે છે. જેથ 181ના કાઉન્સીલર મીરા માવદીયા તેની ટીમ સાથે સગીરા સુધી પહોંચ્યા હતા અને ડોક્યુમેન્ટ તપાસતા સગીરાની લગ્ન લાયક ઉંમર ન હોવાથી સગીરાના માતા-પિતાને પુછતા તેમણે પણ આ બાબત કબુલી હતી. બાદમાં સગીરાના માણાવદર પોલીસ સ્ટેશને જવામાં આવી હતી અને સગીરા તથા તેના માતા-પિતાના નીવેદનો લેવામાં આવ્યા હતા. બાદમાં સગીરાએ તેના ઘરે માનસીક ટોર્ચર કરવામાં આવે છે તેમ જણાવી માતા-પિતા સાથે ન જવાનું જણાવતા આ સગીરાને જૂનાગઢના શીશુ મંગલમા સંભાળ માટે મોકલવામાં આવી હતી.