રીબડા નજીક શ્રમિક ઉપર પાડોશીનો છરી વડે હુમલોMay 16, 2019

  • રીબડા નજીક શ્રમિક ઉપર પાડોશીનો છરી વડે હુમલો

ગોંડલ તા,16
રીબડા શાપર નજીક સરધારી ધાર પાસે શ્રમીક યુવાન ઉપર તેનાં પાડોશીએ છરી વડે હુમલો કરતાં ગંભીરરીતે ઘવાતાં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો.બનાવ અંગે તાલુકા પોલીસે તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો મુજબ શાપર વેરાવળમાં ફિશ્યન કારખાનાની ઓરડીમાં રહેતાં અને સરધારી ધાર પાસે બેરીંગ નાં કારખાનામાં કામ કરતાં મુળ બિહારનાં ભરત હનુમાનરાય કુર્મી ઉ.36 સાથે ડાકોર પંથક નાં મુકેશ ભુપત નામનાં શખ્સે ઉશ્કેરાઈ જઇ ગળાં નાં ભાગે છરી નો ઘા ઝીંકી દેતાં ગંભીર હાલતમાં રાજકોટ ખસેડાયો હતો.
હુમલો કરનાર મુકેશ અને ભોગ બનનાર ભરત કારખાનામાં બાજુ બાજુ ની ઓરડીમાં રહેતાં હોય બાળકો અંગે બોલાચાલી થયાં બાદ જગડો થવાં પામ્યો હતો.
બાદ માં ગઇકાલે ફરી આ મુદ્દે બન્ને વચ્ચે ચકમક ઝરતાં બનાવ બનવાં પામ્યો હતો.બનાવ અંગે તાલુકા પી.એસ.આઇ.અજયસિંહ જાડેજા એ તપાસ હાથ ધરી છે.