રાજકોટની એમસીએ સહિત રાજ્યની 6 કોલેજોને લાગશે તાળાMay 16, 2019

રાજકોટ તા,16
જીટીયુને જીટીયુને 6 કોલેજો દ્વારા ક્લોઝર નોટિસ મળી છે. વિદ્યાર્થીઓ ન મળતા કોલેજોએ સામેથી બંધ કરવા નોટિસ આપી છે. ગાંધીનગરની એન્જીનીયરિંગ કોલેજ અને રાજકોટની એમસીએની 1-1 કોલેજ બંધ થશે. એમસીએની પાટણ અને જૂનાગઢની કોલેજ પણ બંધ થશે.
મહેસાણા અને હિંમતનગરની 2 ફાર્મસી કોલેજ બંધ થશે. કોલેજો બંધ થવા છતાં આ વર્ષે એન્જીયરિંગ ફાર્મસીની 30 હજારથી વધુ બેઠકો ખાલી રહેવાનું અનુમાન છે. તો સામે 8 નવી કોલેજોને પરવાનગી પણ આપવામાં આવી છે. જેમાં 4 ડીપ્લોમાં એન્જીનીયરીંગ અને 4 ફાર્મસી કોલેજોનો સમાવેશ થાય છે.
બીજી તરફ ગુજરાત ટેકનોલોજીકલ યુનીવર્સીટી સંલગ્ન 190 જેટલી કોલેજોમાં ક્ષતિઓ સામે આવતા આ તમામ કોલેજોને જીટીયુ દ્વારા નોટીસ ફટકારવામાં આવી છે. ઇન્સ્પેકશન દરમિયાન ક્યાય સ્ટાફ તો ક્યાંક ઈન્ફ્રાસ્ટ્રક્ચર તો ક્યાંક લેબોરેટરીની અપૂરતી સુવિધા સામે આવતા આ ક્ષતિઓને 31 મે સુધી દુર કરવાનો આદેશ કરવામાં આવ્યો છે.
સમયમર્યાદામાં ક્ષતિઓ દુર કરવામાં નિષફળ રહેનારી કોલેજોને નો એડમીશન ઝોન અથવા બંધ કરવા સુધીના પગલા લેવા માટેની પણ તૈયારી જીટીયુ દ્વારા હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, દરવર્ષે જીટીયુ સંલગ્ન તમામ 452 કોલેજોમાં ઇન્સ્પેકશનની પ્રક્રિયા હાથ ધરાતી હોય છે ત્યારે આ વર્ષે ઓનલાઈન ફોર્મ જાહેર કરીને તમામ કોલેજોને જરૂરી વિગતો જાહેર કરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો.
દરમિયાન મળેલા કોલેજોના રીપોર્ટમાંથી 190 કોલેજોમાં ક્ષતિ જણાઈ છે. તે તમામ કોલેજોમાં અગામી દિવસોમાં ફરી એકવાર ઇન્સ્પેકશન હાથ ધરાશે અને કોલેજોએ નિયમ મુજબની જરૂરી સુવિધાઓ 31 મે સુધી પૂરી પાડીને સંપૂર્ણ વિગતો જીટીયુને આપવી ફરજીયાત રહેશે. અને તેમ છતા પણ સુધારો નહિ આવે તો તેવી કોલેજોની મુશ્કેલીઓ પણ વધી શકે છે.