જબલપુર-સોમનાથ એક્સપ્રેસ તા.23મીથી દોડશે જર્મન ટેકનોલોજીવાળા કોચ સાથેMay 16, 2019

  • જબલપુર-સોમનાથ એક્સપ્રેસ તા.23મીથી દોડશે જર્મન ટેકનોલોજીવાળા કોચ સાથે

રાજકોટ તા,16
જબલપુર-સોમનાથ એક્સપ્રેસના તમામ કોચ જર્મન ટેકનોલોજીવાળા અત્યાધુનિક એવા એલએચબી કોચમાં રૂપાંતર કરાશે. આ અંગેનો મહત્વપૂર્ણ નિણર્ય પશ્ચિમ રેલવે દ્વારા લેવાયો છે.
તા. 23 મે થી આ નવા કોચ જોડી દેવાશે. તા. 2 સપ્ટેમ્બરથી આ ટ્રેનોમાં એક ફસ્ટ એસી, બે સેક્ધડ એસી, ચાર થર્ડ એસી, નવ સ્લીપર અને ચાર જનરલ સહિતના કુલ 22 કોચ રહેશે. પરંપરાગત કોચના સ્થાને નવા લગાવવામાં આવનારા આ એલએચબી કોચના કારણે સલાતમીની સાથે મુસાફરી આરામદાયક બની રહેશે. એલએચબી કોચમાં અકસ્માતના સમયે કોચ એકબીજા પર ચઢી જવાની શક્યતા લગભગ નહીવત બની જાય છે. આ કોચ સાઉન્ડપ્રુફ હોવાથી ચાલુ ટ્રેનની બહારનો બિનજરૂરી ઘોંઘાટીઓ અવાજ આવતો રોકી શકાય છે. જેના કારણે મુસાફરોને મોટી રાહત મળે છે.
બે ટ્રેનોને વૈકલ્પિક રૂટ પરથી દોડાવાશે ઉત્તર રેલવેના દિલ્હી વિભાગમાં ખતૌલી-મુઝફ્ફરનગર વચ્ચે તા.17 થી 20 મે સુધી રેલવે ટ્રેકના ડબલ લાઇનનું કામ હાથ ધરાનાર છે. જેના કારણે આ વિભાગમાંથી પસાર થતી કેટલીક ટ્રેનોનું સંચાલન અસર પામશે.
જેમાં તા. 17 મે ની ટ્રેન નં.19565 ઓખા-દહેરાદૂન એક્સપ્રેસ વાયા દિલ્હી શાહદરા-શામલી-ટપરી થઇને દોડાવાશે. તેમજ તા. 20 મે ના રોજ ટ્રેન નં.19031 અમદાવાદ-હરિદ્વાર યોગા એક્સપ્રેસ વાયા દિલ્હી- શાહદરા-શામલી-ટપરી થઇને દોડાવાશે.