કમાન્ડર અભિનંદનને વાયુસેનાના સલામMay 16, 2019

  • કમાન્ડર અભિનંદનને વાયુસેનાના સલામ


નવી દિલ્હી: ભારતીય વાયુસેનાએ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનની યુનિટ મિગ -21 બાઈસન સ્ક્વોડ્રનને ફાલ્કન સ્લેયર્સ અને એમ્રામ ડોઝર્સ શિર્ષકો સાથે નવી પટ્ટીઓથી નવાજ્યા છે. અધિકારીઓએ જણાવ્યું કે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના એફ-16 વિમાન સાથે થયેલી ડોગ ફાઈટ દરમિયાન પાકિસ્તાની એફ 16ને તોડી પાડવાની તેમની બહાદુરી બદલ આ સન્માન આપવામાં આવ્યું છે. ભારતીય વાયુસેનાના 51 સ્ક્વોડ્રનને અપાયેલી નવી પટ્ટીઓમાં આગળની તરફ એક મિગ-21ની સાથે લાલ રંગમાં
એફ-16 દર્શાવવામાં આવ્યું છે. જ્યાં સૌથી ઉપર ફાલ્કન સ્લેયર્સ અને નીચે એમ્રામ ડોઝર્સ લખેલું છે.
ભારત તરફથી પાકિસ્તાનના બાલાકોટમાં આતંકવાદી તાલિમ કેમ્પ પર થયેલી એર સ્ટ્રાઈકના એક

દિવસ બાદ એટલે કે 27 ફેબ્રુઆરીના રોજ પાકિસ્તાનના અનેક ફાઈટર વિમાનોએ જમ્મુ અને કાશ્મીરમાં વિભિન્ન સૈન્ય સંસ્થાપનોને નિશાન બનાવ્યાં જો કે તેઓ પોતાના નાપાક ઈરાદામાં સફળ થઈ શક્યા નહીં.
ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનની કાર્યવાહીને નિષ્ફળ બનાવી દીધી હતી અને સંઘર્ષ દરમિયાન વર્ધમાને પાકિસ્તાનના એફ 16 ફાઈટર જેટ વિમાનને તોડી પાડીને અદમ્ય સાહસ અને દ્રઢતાનો પરિચય આપ્યો હતો. એફ-16ને તોડી પાડ્યા બાદ પાકિસ્તાની સેનાએ વર્ધમાનને પોતાના કબ્જામાં લઈ લીધો હતો. જો કે તરત છોડી મૂકવો પડ્યો હતો. વર્ધમાન બંને દેશો વચ્ચેના સૈન્ય મુકાબલાનો ચહેરો બની ગયા હતાં. ભારતીય વાયુસેના વર્ધમાન માટે વીરચક્રની ભલામણ કરી રહી છે.