જમ્મુ-કાશ્મીર: 3 આતંકી ઠાર, 1 જવાન શહીદMay 16, 2019

  • જમ્મુ-કાશ્મીર:  3 આતંકી ઠાર,  1 જવાન શહીદ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના પુલવામાના દલીપોરા વિસ્તારમાં આજે સિક્યોરિટી ફોર્સે 3 આતંકીઓને ઠાર કર્યા છે. અથડામણમાં એક જવાન પણ શહીદ થઈ ગયા છે. એક જવાન સહિત બે લોકો ઘાયલ થયા છે. આતંકીઓ એક ઘરમાં છુપાયા હતા. સુરક્ષાદળોએ આતંકીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ રાષ્ટ્રીય રાયફલ્સ, કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ અને જમ્મુ કાશ્મીર પોલીસના વિશેષ અભિયાન દળે
(અનુસંધાન પાના નં.8)
દલીપોરામાં અભિયાન શરૂ કર્યું હતું. કાર્યવાહી દરમિયાન સિક્યોરિટી ફોર્સે વિસ્તારમાંથી બહાર નીકળવાના તમામ રસ્તાઓ બંધ કરી દીધા હતા.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ કોઈ પણ પ્રકારના પ્રદર્શનોને રોકવા માટે અથડામણવાળી જગ્યાના આસપાસના ક્ષેત્રોમાં વધારે જવાનો તહેનાત કરી દીધા છે. આ ઉપરાંત તંત્ર દ્વારા પુલવામામાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને મોબાઈલ ઈન્ટરનેટ સેવાઓ બંધ કરી દીધી છે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરના શોપિયામાં ગયા શુક્રવારે ભારતીય સુરક્ષા દળોએ ઈસ્લામિક સ્ટેટ જમ્મુ એન્ડ કાશ્મીર (આઈએસજેકે)ના બે આતંકીઓને ઠાર માર્યા હતા. એન્કાઉન્ટરમાં આઈએસજેકેના કમાન્ડર અશફાક અહમદ સોફી પણ માર્યો ગયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આતંકવાદી જાકિર મૂસાના સાથી ઇશફાક અહમદ સોફી કાશ્મીરમાં આઈએસજેકેનો મોટો કમાન્ડર હતો.
આ મામલામાં શ્રીનગર સ્થિત આર્મી કેમ્પ તરફથી ટ્વિટ કરવામાં આવ્યું હતું કે, આપણા સૈનિકોએ શોપિયામાં આતંકવાદીઓને નિશાન બનાવ્યા. અમે કાશ્મીરમાં આતંકવાદને ફેલાવવા અને આતંકવાદીઓને આશ્રય આપનારા આઈએસજેકેના કમાન્ડરને મારી નાખ્યો છે.