રાજસ્થાનની કોંગ્રેસી સરકાર રાણા પ્રતાપનો ‘પાઠ’ દૂર કરશે!May 16, 2019

  • રાજસ્થાનની કોંગ્રેસી સરકાર  રાણા પ્રતાપનો ‘પાઠ’ દૂર કરશે!

જયપુર તા,16
રાજસ્થાનની કોંગ્રેસ સરકાર શાળાકીય અભ્યાસક્રમમાં કેટલાક ફેરફાર કરવા જઈ રહી છે. ગઈ ભાજપ સરકારે મહારાણા પ્રતાપને હલ્દીઘાટીના યુદ્ધમાં વિજેતા દર્શાવ્યા હતા. કોંગ્રેસ સરકાર હવે તેમાં ફેરફાર કરવા જઈ રહી છે. નવા અભ્યાસક્રમાં મહારાણા પ્રતાપને વિજેતા દર્શાવવામાં નથી આવ્યા. શિક્ષણપ્રધાન ગોવિંદસિંહ દોતાસરાને જ્યારે આ વિષયે પુછાયું ત્યારે તેમણે કહ્યું કે હલ્દીઘાટીના યુદ્ધમાં વિજેતા કોણ રહ્યું તે વાંચવું જરૂરી નથી. નવા અભ્યાસક્રમમાં મહારાણા પ્રતાપના સંઘર્ષ વિષે કહેવાયું છે કે જેમાંથી વિદ્યાર્થીઓ પ્રેરણા મેળવી શકે. દોતાસરાએ જણાવ્યું કે હલ્દીઘાટીનું યુદ્ધ હિંદુ મુસ્લિમ વચ્ચેનો સંઘર્ષ નહોતો. અભ્યાસક્રમમાં કહેવામાં આવ્યું છે કે બંને સૈન્યના સેનાપતિ મુસ્લિમ હતા. રાજસ્થાન સરકારના શિક્ષણપ્રધાને કહ્યું હતું કે તેમની સરકાર મહારાણા પ્રતાપ મુદ્દે ભાજપ દ્વારા થઈ રહેલા રાજકારણને દૂર કરવા માગે છે.
રાજસ્થાનના શિક્ષણપ્રધાન ગોવિંદ દોતાસરાએ સોમવારે આરોપ લગાવતાં જણાવ્યું હતું કે ભાજપ સરકારે વીર સાવરકર અને દીનદયાળ ઉપાધ્યાયનો મહિમામંડન કરવા પ્રયાસ કર્યો હતો. હકીકતે બંને સંઘ

વિચારધારાના સમર્થક તરીકે ઓળખાય છે.ત્રણ વર્ષ પહેલાં રાજસ્થાનની તત્કાલીન ભાજપ સરકારે પાઠયપુસ્તકમાં વીર સાવરકર સંબંધિત પ્રકરણનો ઉમેરો કર્યો હતો. કોંગ્રેસ સરકારે હવે દાવો કર્યો છે કે પાકા પુરાવા આધારે જાણકારી મળી છે કે સાવરકરે આંદામાન નિકોબારની જેલમાંથી મુક્ત થવા ત્રણવાર બ્રિટિશ સરકાર સમક્ષ દયા અરજી કરી હતી.