ભારત કરશે મિસાઇલની નિકાસMay 16, 2019

  • ભારત કરશે મિસાઇલની નિકાસ

નવી દિલ્હી તા.16
ભારત અત્યાર સુધી મિસાઈલ્સની આયાત કરતો હતો. પણ હવે દેશી બનાવટની મિસાઈલ્સને ખરીદવા માટે પૂર્વ અને ખાડીના દેશોએ ભારત પર ભરોસો કર્યો છે. પહેલી વખત ભારત કોઈ મિસાઈલ્સને નિકાસ કરવા જઈ રહ્યો છે.
આ વર્ષે જ એશિયાઈ દેશ અને ખાડીના રાષ્ટ્રમાં ભારતી બનાવટની મિસાઈલ્સની નિકાસ કરવામાં આવશે. સુરક્ષા અધિકારીએ જણાવ્યું હતું કે, દક્ષિણ પૂર્વ એશિયા અને અખાતના દેશ આ મિસાઈલ્સ ખરીદશે. ઈમડેક્સ એશિયા 2019 એક્ઝિબિશનને સંબોધતા બ્રહ્મોસ એરોસ્પેસના એચઆર કોમોડર એસ કે ઐયરે જણાવ્યું હતું કે, સરકાર સાથે થયેલા કરાર બાદ પહેલી વખત મિસાઈલ્સની નિકાસ કરવામાં આવી રહી છે.
દક્ષિણ એશિયાના બીજા કેટલાય એવા દેશ છે જે ભારતીય બનાવટની મિસાઈલ્સ ખરીદવા માટે તૈયાર છે. આ દેશનો પહેલો નિકાસ પ્રોજેક્ટ રહેશે. અખાતના દેશોએ પણ ભારતીય  એશિયાઇ દેશ અને ખાડીના રાષ્ટ્રો ભારતની મિસાઇલો ખરીદશે
 અત્યાર સુધી મિસાઇલની આયાત કરતો ભારત દેશ ‘નિકાસ’ની સર્જશે મિશાલબનાવટની આ મિસાઈલમાં રસ દાખવ્યો છે. આ રીતે ભારતીય ડિફેન્સ સર્વિસ સક્ષમ થશે. દક્ષિણના રાષ્ટ્ર અને અખાતના દેશમાં નિકાસ કરવા માટેનો આ એક સારી એવી તક છે. માર્કેટ ટ્રેન્ડમાં ખૂબ જ ઝડપથી ફેરફાર થઈ રહ્યા છે. ધણા બધા પરિવર્તનો આવશે. મિડલ ઈસ્ટ, સાઉથ એશિયા અને સાઉથ અમેરિકાના દેશમાં સક્ષમ, ઓછી કિંમત અને ભરોસો કરી શકાય એવા ઉપકરણોની માગ સતત વધતી જાય છે. આ રીતે ભારત પોતાની મજબૂત છબી ઊભું કરતો જાય છે.30 દેશે ભાગ લીધોઆઈએમડેક્સ એશિયા 2019ના આ કાર્યક્રમમાં ભારત સિવાય બીજા ત્રીસ દેશ ભાગ લઈ રહ્યા છે. ઓર્ડરના હિસાબથી આ મિસાઈલ્સની નિકાસ કરવામાં આવશે. એક વખત બંને દેશની સરકાર લીલી ઝંડી આપી દે એટલે અહીંથી આ બ્રહ્મોસની નિકાસ કરવામાં આવશે. 10,500થી વધારે પ્રતિનિધિ અને હથિયારના વેપાર સાથે સંકળાયેલા એકમો આ કાર્યક્રમમાં ભાગ લઈ રહ્યા છે.