પરાજયનો દોષ ઢોળવા કોંગ્રેસે ‘બે-બેટ્સમેન’ ઉતાર્યા : મોદીMay 16, 2019

  • પરાજયનો દોષ ઢોળવા કોંગ્રેસે ‘બે-બેટ્સમેન’ ઉતાર્યા : મોદી

દેવગઢ (ઝારખંડ) તા.16 મણિશંકર ઐયર અને સેમ પિત્રોડા પર નિશાન
કોંગ્રેસ લોકસભાની ચૂંટણીમાં હારી જશે એવું ભારપૂર્વક કહેવાની સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે દાવો કર્યો હતો કે આ પક્ષે નનામદારથને બચાવવા માટે ‘બે બેટ્સમેન’ને મેદાન પર મોકલ્યા છે.
મોદીએ મણિશંકર ઐયર અને સેમ પિત્રોડાને આડકતરી રીતે નિશાન બનાવતાં કહ્યું હતું કે આ પક્ષે જાણે આ બન્ને જણને ચૂંટણીના નબળા શો માટેની જવાબદારી ઉપાડવા કહ્યું છે. ન1984ના શીખ-વિરોધી રમખાણના મુદ્દે હુઆ તો હુઆ, એવું કહે છે અને બીજાએ ગુજરાતની ચૂંટણી દરમિયાન પડદા પાછળથી મને ગાળો આપવાનું કામ કર્યા બાદ હવે ફરી મારા પર પ્રહારો શરૂ કર્યા છે,થ એવું મોદીએ કહ્યું હતું.
પિત્રોડાએ ‘હુઆ તો હુઆ’ કમેન્ટ બદલ કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીના ક્રોધનો સામનો કરવો પડ્યો છે, જ્યારે ઐયરે એક લેખમાં મોદી માટે નનીચથ અપશબ્દનો ફરી પ્રયોગ કરતા કહ્યું હતું કે તેમની આ કમેન્ટ યોગ્ય પુરવાર થઈ રહી છે.
મોદીએ કોંગ્રેસની નેતાગીરી પર પ્રહાર કરતા કહ્યું હતું કે ‘એક પરિવારના શાસને જે 55 વર્ષમાં નહોતું કર્યું એ ભાજપના નેતૃત્વ હેઠળની સરકારે 55 મહિનામાં કરી બતાડ્યું છે. રાષ્ટ્રએ વિકાસનો અનુભવ કર્યો છે અને સરકારને એક પણ કલંક નથી લાગ્યો. હું બાબાધામમાંથી (મંદિરોના શહેર દેવગઢમાંથી) ગર્વ સાથે કહી રહ્યો છું કે લોકોએ મને પ્રામાણિક સરકારનું નેતૃત્વ કરવાની જવાબદારી સોંપી છે.’
ગોડ્ડા લોકસભાની બેઠક પરથી બે વખત ચૂંટાયેલા ભાજપના સંસદસભ્ય નિશીકાન્ત દુબેને વિપક્ષોના ગઠબંધને પડકાર્યા છે. દુબે સામે ઝારખંડ વિકાસ મોરચા (પ્રજાતાંત્રિક)ના ઉમેદવાર પ્રદીપ યાદવ ઊભા છે.
લોકસભાની ગોડ્ડા, ડુમ્કા (એસટી) અને રાજમહલ (એસટી) બેઠક પર 19મી મેએ આખરી તબક્કામાં મતદાન થશે.