કૂર્મ જયંતીએ વિષ્ણુ ભગવાનના કૂર્માવતારને ભજીએMay 16, 2019

  • કૂર્મ જયંતીએ વિષ્ણુ ભગવાનના  કૂર્માવતારને ભજીએ

હ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય સૃષ્ટિના રચયિતા છે. આપણે સૌ જાણીએ છીએ કે અલગ-અલગ યુગમાં ભગવાને અવતાર લઇ પોતાના ભક્તોના કષ્ટો દૂર કર્યા છે. જેમ કે સત્યુગમાં ભગવાન વિષ્ણુએ વરાહ અવતાર ધારણ કર્યો હતો. જ્યારે જ્યારે ભક્ત પર સંકટ આવ્યું છે કે પછી રાક્ષસો અને દાનવો દ્વારા દેવોને પરેશાન કરવામાં આવ્યા છે ત્યારે પણ ભગવાને જન્મ લઇ તેમની પરેશાની દૂર કરી છે. સંસ્કૃત ભાષા અનુસાર કાચબાને કૂર્મ કહેવામાં આવે છે. દેવતાઓને રાક્ષસોથી બચાવવા માટે ભગવાન શ્રીવિષ્ણુએ કાચબાનો અવતાર ધારણ કર્યો હતો જેના કારણે વૈશાખી પૂર્ણિમાને પૂરમા જયંતી કહેવાય છે. દેવતા અને અસુરોના યુધ્ધમાં દેવતાઓ જ્યારે પરાજીત થયા ત્યારે તેઓ વિષ્ણુ ભગવાનની શરણમાં ગયા અને પોતાની રક્ષા માટે પ્રાર્થના કરી ત્યારે ભગવાન વિષ્ણુએ કાચબાનો અવતાર ધારણ કર્યો અને આ અવતારમાં સમુદ્રમાં જઇને તેઓ મંદરાચલ પર્વતને પોતાની પીઠ પર ધારણ કરે છે અને સમસ્ત દેવોની રક્ષા કરે છે અને આ રીતે તેમની વિશાળ પીઠ પર મંદરાચલ પર્વત ઝડપથી ફરવા લાગ્યો અને આમ સમુદ્રમંથન થયું. આ દિવસને કૂર્મ જયંતી તરીકે મનાવવામાં આવે છે. આ દિવસે નવું નિર્માણ કાર્ય કરવું શુભ માનવામાં આવે છે તેમજ આ દિવસે વાસ્તુદોષ દૂર કરી શકાય છે અને નવા ઘરના ભૂમિપૂજન માટે આ સમયને શુભ માનાય છે.
કૂર્મ મંત્ર: ૐ કૂર્માય નમ:, ૐ હ્રીં ગ્રીં કૂર્માસને બાધા નાશય નાશય,
ૐ આં હ્રીં ક્રોં કૂર્માસનાય નમ:, ૐ હૃીં કૂર્માય વાસ્તુ પુરુષાય સ્વાહા.