શક્તિ અને પરાક્રમના દેવતા નરસિંહ ભગવાનMay 16, 2019

  • શક્તિ અને પરાક્રમના દેવતા નરસિંહ ભગવાન

કત પ્રહલાદને હિરણ્યકશ્યપના ત્રાસમાંથી છોડાવવા જો ભગવાન અવતરિત થતા હોય તો તેમની ભક્તિ કરવાથી ભકતોના દુુ:ખ, પરિતાપ, સંકટો ચોક્કસ દૂર થાય. પૃથ્વી પર અન્યાય અને અધર્મનો નાશ કરવા ભગવાન અવતરણ કરે છે. વિવિધ અવતાર ધારણ કરીને તે અધર્મનો નાશ કરવા નિર્મિત્ત બને છે આવો જ એક અવતાર એ નૃસિંહ અવતાર છે. જેની ભગવાન વિષ્ણુના મુખ્ય અવતારોમાં ગણના થાય છે. વૈશાખ સુદ ચોથના દિવસે નૃસિંહ જયંતી ઉજવવામાં આવે છે. ભગવાન નૃસિંહ શક્તિ અને પરાક્રમના દેવતા છે. આ દિવસે તેમણે લોખંડના થાંભલાને ચીરીને તેમાંથી બહાર અવતરણ કરી હતી. ભકત પ્રહલાદની ભક્તિ અને સમર્પણ સ્વીકારી તેમણે ભકત માટે અવતાર ધારણ કર્યો  હિરણ્યકશ્યપના વરદાનના કારણે તેને મારવા માટે તેમને જે સ્વરૂપ ધારણ કરવું પડયું તે જોઇને લક્ષ્મીજી ડરી ગયા હતા. ત્યારબાદ ભકતોની પ્રાર્થના વડે ભગવાન નરસિંહ શાંત થયા અને ભકતોમાં આનંદની લાગણી ફેલાઇ. ભકત પ્રહલાદને હિરણ્યકશ્યપના ત્રાસમાંથી છોડાવવા જો ભગવાન અવતરિત થતા હોય તો તેમની ભક્તિ કરવાથી ભકતોના દુુ:ખ, પરિતાપ, સંકટો ચોક્કસ દૂર થાય. આ દિવસે નરસિંહપ્રભુની વિધિ વિધાનપૂવર્ક અને ભાવ સાથે ભક્તિ કરવાથી સત્યનો વિજય થાય છે અને સંકટો દૂર થાય છે. મંત્ર દ્વારા નરસિંહ પ્રભુની ભક્તિ કરો અને મુશ્કેલીમાંથી મુક્તિ મેળવો
નરસિંહ જયંતીના પાવન દિને તેમની કૃપા મેળવવા મંત્ર-જાપ કરી શકાય. આ મંત્રનો ઉપયોગ સંકટ નિવારણ અથવા બીજાના હિત માટે કરવો. કોઇનું અહિત વિચારીને તેનો દૂરુપયોગ ન કરવો. આ મંત્ર વિધિ વિધાનથી ન થાય તો કોઇપણ જગ્યાએ ભાવ અને શ્રધ્ધાથી કરી શકાય છે. રોગ મુક્તિ માટે - ૐ નૃં નરસિંહાય નમ:
25 વાર આ મંત્ર બોલી જલને અભિમંત્રિત કરી તે પીવાથી રોગ દૂર થાય છે.
સંતાન પ્રાપ્તિ માટે - ૐ નૃં નૃં નરસિંહાય નમ:
ભગવાન નરસિંહને લાલ ગુલાબ અર્પણ કરી 108 વખત આ મંત્રનો જાપ કરવાથી ફળ પ્રાપ્ત થાય.
ધન લાભ માટે - ૐ નૃં નૃં નૃં નરસિંહાય નમ:
આ મંત્રના જાપ ભાવ સાથે પોતાની શક્તિ મુજબ કરવાથી ધન લાભ થાય છે.
ૐ ઉગ્રં વીરં મહાવિષ્ણુ જવલન્તં સર્વ તો મુખમ્!
નૃસિંહ ભીષણં ભદ્રં મૃત્યુ મૃત્યું નમામ્યહમ્
ૐ નૃમ નૃમ નૃમ નરસિંહાય નમ:
ઉપરોકત મંત્રનો જાપ પોતાની શક્તિ મુજબ કરવાથી અનેક મુશ્કેલીમાંથી મુક્તિ મળે છે. આ રીતે પૂજન કરીને નરસિંહ ભગવાનની કૃપા મેળવી શકાય...
નૃસિંહ દેવદેવેશ તવ જન્મદિને શુુભે
ઉપવાસં કરિશ્યામિ સર્વભોગ વિવર્જીત:
ઉપરોકત મંત્રના ઉચ્ચારણ દ્વારા તલ, ગૌમૂત્ર માટી અને આમળા પાવડર મિક્સ કરી તેને શરીર પર લગાવ્યા બાદ શુધ્ધ જળથી સ્નાન કરવું. પૂજાના સ્થાનને છાણ વડે લીપીને તાંબાનો કળશ, શ્રીફળ, આસોપાલવના પાન વગેરે મૂકીને ભગાવન નૃસિંહ અને લક્ષ્મીજીની મૂર્તિનું સ્થાપન કરવું. તેનું શોડષોપચાર પૂજન કરી ફળાહાર કરવું તેમજ બ્રાહ્મણોને ભોજન, દાન, દક્ષિણા આપવી તેમજ ભક્તિ, સ્તુતિ, ર્કીતન દ્વારા જાગરણ કરવું.