અપ્પ દીપો ભવ:!May 16, 2019

  • અપ્પ દીપો ભવ:!

ધ્ધત્ત્વની પ્રાપ્તિનું પર્વ એટલે બુધ્ધ પૂર્ણિમા વૈશાખ સુદ પૂર્ણિમા સમગ્ર વિશ્ર્વમાં બુધ્ધ પૂર્ણિમા તરીકે મનાવાય છે. વર્ષોની ભટકન, કઠોર તપસ્યા અને સાધના બાદ સિધ્ધાર્થ બુધ્ધ બની શકયા અને સમગ્ર વિશ્ર્વને સત્યનો માર્ગ દેખાડયો. માનવતાનો માર્ગ તથા દરેક મનુષ્યોના દુ:ખનું કારણ તથા નિવારણ બતાવ્યું તેમણે પોતાને મળેલ જ્ઞાનની રોશની થી સમગ્ર વિશ્ર્વને અજ્ઞાનનો અંધકાર દૂર કરવાનો માર્ગ બતાવ્યો. ભગવાન બુધ્ધના અનેક ઉપદેશમાંથી એક વાત વર્તમાન સમયમાં દરેકે હૃદયમાં ઉતારી, અમલ કરવા જેવી છે એ છે "અપ્પ દીપો ભવ પોતાનો પ્રકાશ તમે ખુદ બનો. બીજા કોઇ પર આધાર રાખવાના બદલે સ્વયં પ્રકાશમય બનો પોતાના પ્રિય શિષ્ય આનંદને પણ આ જ સંદેશ આપતા હતાં. ગુરુના પ્રકાશના આધારે શિષ્ય કેટલું ચાલી શકશે? આખરે તેણે પોતાનો માર્ગ સ્વયં શોધવો પડશે. જો શિષ્ય ચાલી નથી શકતો તો ગુરુની કાંખ ઘોડી વડે કેટલું ચાલી શકશે? બીજાના સહારે વ્યક્તિ લાંબો સમય ચાલી શકશે નહીં.
આ જ વાત વર્તમાન સમયમાં દરેકે ગાંઠે બાંધવા જેવી છે. માતા-પિતાએ પોતાના સંતાનોને સ્વતંત્ર જીવી શકે તેવા બનાવવા જોઇએ ગુરુએ પોતાના શિષ્યને પણ અલગ અસ્તિત્વ બનાવે તે બોધ આપવો જોઇએ. દરેક શિક્ષકે વિદ્યાર્થી પોતાની રીતે આગળ વધે તેવી શિક્ષા આપવી જોઇએ અને દરેક માઁ એ પોતાની દીકરી પોતાના સંસારમાં સુંદર જીવન જીવી શકે એવી શીખ આપવી જોઇએ.
ઓશો એ ભગવાન બુધ્ધ માટે કહ્યું હતું કે તેઓ સ્વયં દૃષ્ટા છે અને તેથી જ બુધ્ધે કોઇનું અનુસરણ નહીં કરવા અને પોતાનો માર્ગ સ્વયં શોધવાનો બોધ આપ્યો. ધ્યાન માર્ગ દ્વારા કોઇપણ વ્યક્તિ પોતાનો માર્ગ શોધી શકે છે. ધ્યાન સાથે માનવીમાં દયા, ક્ષમા, કરૂણા જેવા ગુણો પણ જરૂરી છે. જો કે નિયમિત ધ્યાનથી આ બધા ગુણો વિકસીત થઇ શકે છે. તેથી સતત સારું કાર્ય, નિ:સ્વાર્થ કાર્ય અને લોકોની ભલાઇ માટે કાર્ય કરતાં કરતાં ધ્યાન સાધનાથી આત્મદીપ ચોકકસ પ્રગટી શકે છે અને એટલે જ તેમણે ‘અપ્પ દીપો ભવ’નો સંદેશ આપ્યો. સ્વયં જીવન માર્ગને અજવાળી મોક્ષની મંઝિલ મેળવવા માટે મનુષ્યએ પોતે જ પોતાનો રસ્તો શોધવો પડશે. બુધ્ધ પૂર્ણિમાના દિવસે દરેક વ્યક્તિ પોતાના જીવનનો પ્રકાશ ખુદ બની આત્મજ્ઞાનની મંઝિલ મેળવે એવી શુભેચ્છા... બુધ્ધ પૂર્ણિમાના દિવસે દરેક વ્યક્તિ પોતાના જીવનનો પ્રકાશ ખુદ બની આત્મજ્ઞાનની મંઝિલ મેળવે એવી શુભેચ્છા.... બુધ્ધ સ્વયં દૃષ્ટા છે તેમણે વિશ્ર્વને
સત્યનો માર્ગ દેખાડવા પોતાનો પ્રકાશ
ખુદ બનવા સંદેશ આપ્યો પૂર્ણિમા અને વિશેષ યોગ...
18 મે શનિવારના દિવસે સવારે 4:10 થી બુધ્ધ પૂર્ણિમાનો પ્રારંભ થાય છે. જે રાત્રીના 2:41 મિનિટે પૂર્ણ થશે. બુધ્ધ પૂર્ણિમાના પાવન દિને ગુરુ એટલે કે બૃહસ્પતિ તથા નવગ્રહોનો રાજા સૂર્ય સામ સામે આવે છે. આવા ઉત્તમ યોગમાં કરેલ કોઇ પણ કાર્યમાં પ્રગતિ મળે છે, સફળતા મળે છે, શાશ્ર્વત સુખની પ્રાપ્તિ થાય છે. આત્મજ્ઞાન સાથે આ રીતે
પ્રગટે છે ભાવદીપક
 બુધ્ધ પૂર્ણિમા વિશ્ર્વના અનેક દેશોમાં મનાવવામાં આવે છે. બુધ્ધ અનુયાયીઓ આ દિવસે પોતાના ઘરોને દીવડા અને ફૂલોથી શણગારે છે.
 બૌધ્ધ ધર્મના અનુયાયીઓ બોધ ગયા જાય છે અને પ્રાર્થના કરે છે.
 કેટલાંક લોકો આ દિવસે ઉપવાસ કરે છે અને રાત્રીના સમયે ફૂલ, ધુપ, દીપ દ્વારા ચંદ્રમાની પૂજા કરે છે.
 બોધિવૃક્ષની પૂજા કરી તેની ડાળીઓ પર હાર અને રંગીન પતાકાઓ લગાવીને સજાવવામાં આવે છે તેમજ સુગંધિત જળ વડે અભિષેક કરવામાં આવે છે.
 બ્રાહ્મણોને જલ ભરેલ કુંભ તેમજ અન્નદાન કરવામાં આવે છે તેમજ ગરીબોને ભોજન અને વસ્ત્રો આપી સદ્કાર્ય દ્વારા પુણ્યપ્રાપ્તિ કરવામાં આવે છે.
 આ દિવસે પંખીઓને તેમજ પશુઓને પિંજરામાંથી મુક્ત કરી સ્વતંત્રતા આપવામાં આવે છે.
 આ દિવસે ગંગાસ્નાનો મહિમા છે એવું માનવામાં આવે છે આ દિવસે ગંગાસ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે.

 
 
 

Releted News