સૌ. યુનિ.ના હોમિયોપેથીનાં 375 છાત્રના પરિણામ અનામતMay 16, 2019

 જોડાણ વગરની કોલેજોમાં પ્રવેશ લીધા બાદ વિદ્યાર્થીઓ ફસાયા : કોર્ટમાં જવા તૈયારી
રાજકોટ : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પરીક્ષા વિભાગ દ્વારા બે દિવસ પહેલા બીએચએમએસ પ્રથમ વર્ષની પરીક્ષાનું 36.76 ટકા પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું જેમાં અમરેલીની વસંતબેન એન.વ્યાસ હોમિયોપેથી મેડિકલ કોલેજ, લિંબડી હોમિયોપેથી મેડિકલો કોલેજ એન્ડ હોસ્પિટલ, બી.એ.ડાંગર હોમિયોપેથી મેડીકલ કોલેજ રાજકોટ અને બી.જી.ગરૈયા હોમિયોપેથી મેડિકલ કોલેજનું પરિણામ આયુષની માન્યતા 2017-18ના વર્ષ માટે ન હોવાના કારણે અટકાવી દેવામાં આવ્યું છે જોડાણ નહીં હોવાથી વિદ્યાર્થીઓ હાઇકોર્ટના શરણે ગયા હતાં જેથી હાઇકોર્ટના આદેશથી તેમની પરીક્ષા લેવામાં આવી હતી. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો.નિતિન પેથાણીએ જણાવ્યું હતું કે, આ ચારેય કોલેજના વિદ્યાર્થીઓની પરીક્ષા હાઇકોર્ટના આદેશ મુજબ એનરોલમેન્ટ કરી લીધા હતા પરંતુ તેમા પરિણામ બાબતે કોઇ આદેશ નથી અને આ ચારેય કોલેજ પાસે આયુષ્યની માન્યતા પણ નહીં હોવાથી પરિણામ અટકાવી દેવામાં આવ્યાં છે આ ચારેય કોલેજના વિદ્યાર્થીઓના પરિણામ અટકાવી દેવાતા બીજા વર્ષમાં એડમિશન માટે પણ એનરોલમેન્ટ કરવામાં નહીં આવે તેમ કુલપતિએ જણાવતા હવે આ વિદ્યાર્થીઓએ ફરી હાઇકોર્ટના શરણે જવું પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. ચારેય કોલેજ પાસે આયુષની માન્યતા નહીં હોવા છતાં વિદ્યાર્થીઓને એડમિશન આપી લાખો રૂપિયાની ફિ ઉઘરાવી લીધી હતી અને યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓના હિતમાં કોઇ પગલાં નહીં ભરતા વિદ્યાર્થીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.