ઘઉંની ખરીદી કરી વેપારીએ 60 ખેડૂતને માર્યો 3 કરોડનો ધુંબોMay 16, 2019

  • ઘઉંની ખરીદી કરી વેપારીએ  60 ખેડૂતને માર્યો 3 કરોડનો ધુંબો

રાજકોટ તા. 16
ચોટીલાના ગુંદા ગામે અંધશ્રધ્ધાની ચરમસીમાં સમાન કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. ઝેરી દવા પી લેનાર યુવાનને હોસ્પિટલના બદલે પરિવારજનો માતાજીના મઢે પાણી પીવડાવવા લઇ ગયા હતા અને ત્યારબાદ ઘરે લઇ ગયા બાદ યુવાનની હાલત અત્યંત ગંભીર બની જતાં તેને હોસ્પિટલે ખસેડાયો હતો પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઇ જતાં તેનું મોત નીપજયું હતું જો સમયસર હોસ્પિટલની સારવાર મળી હોય તો કદાચ યુવાનની જીંદગી બચી ગઇ હોત.
જાણવા મળતી વિગત મુજબ ચોટીલાના આણંદપર ગામ પાસે આવેલા ગુંદા ગામે રહેતો જીવરાજ બચુભાઇ રાઠોડ (ઉ.વ. 25) નામની કોળી યુવાન ગત તા. 13ના રાત્રે વાડીએ ગયો હતો અને બીજા દિવસે સવારે તે ઘરે ન આવતા પરિવારજનો એ શોધખોળ હાથ ધરતા જીવરાજ વાડી નજીક નદીમાંથી મળી આવ્યો હતો અને તેના મોઢામાંથી ફીણ નીકળતા હોય અને ઝેરી દવાની દુર્ગધ આવતી હતી પરંતુ જીવરાજે દવા પીધી ન હોવાનું રટણ કર્યું હતું
પરિવારજનોએ યુવાનને હોસ્પિટલ લઇ જવાના બદલે પલાસ ગામે માતાજીના મઢે પાણી પીવડાવવાથી સારૂ થઇ જતું હોવાથી ત્યાં લઇ ગયા હતા અને યુવાનને પાણી પીવડાવ્યું હતું. અને ત્યારબાદ યુવાનને ઘરે લઇ ગયા હતા. પરિવારજનો જણાવ્યા મુજબ જીવરાજને સારૂ પણ થઇ ગયું હતું. પરંતું ગત મોડી રાત્રે ફરી તેની તબિયત લથડતા અને ઊલટીઓ થતાં તેને સારવાર માટે રાજકોટ હોસ્પિટલમાં ખસેડાયો હતો પરંતુ ખૂબ વધારે સમય વિતી ગયો હોવાથી તબીબો યુવાનને બચાવી શકયા નહોતા અને તેનું મોત નીપજયું હતું.
પ્રાથમિક તપાસમાં મૃતક જીવરાજ પાંચ ભાઇ પાંચ બહેનમાં વચેટ અને ખેતી કામ કરતો હતો તેના લગ્ન બે વર્ષ પહેલા થયા છે તેણે આ પગલું શા માટે ભરી લીધું? તે અંગે પરિવારજનો પણ કશુ જાણતા ન હોય પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે મૃતક યુવાને ઝેરી દવા પી લીધા બાદ જો પરિવારજનોએ અંધશ્રધ્ધામાં ન આવી તાત્કાલીક હોસ્પિટલે લઇ ગયા હોય અને સમયસર યુવાનને સારવાર મળી હોત તો કદાચ તેની જીંદગી બચી ગઇ હોત અંગે પરિવારજનો ગમગીની છવાઇ જવા પામી છે.