બાઈક પાછળ મારણ બાંધી સિંહોને કૂતરાની જેમ દોડાવ્યાMay 16, 2019

  • બાઈક પાછળ મારણ બાંધી સિંહોને કૂતરાની જેમ દોડાવ્યા

 અમરેલી પંથકમાં સિંહોની પજવણી કરતો વધુ એક વીડિયો વાઇરલ
જૂનાગઢ તા. 16
અમરેલીના વિસ્તારમાં એક મોટરબાઈક પાછળ પ્રાણીનો મૃતદેહ ખેંચી જવાતો હોવાનો અને તેની પાછળ સિંહને દોડાવાતો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો અને આ પ્રકરણમાં વન વિભાગે આ અપરાધમાં સામેલ બાઈક સવાર સહિતના લોકોને ઓળખી કાઢી તેમની અટક કરવા માટેની તજવીજ આ હાથ ધરી હોવાનું જાણવા
મળેલ છે
તાજેતરમાં અમરેલીના વન વિસ્તારમાં એક બાઈક પાછળ પશુનો મૃતદેહ બાંધીને બાઈક ચલાવાતી હોવાનો અને બાઇક પાછળ બાંધેલ પશુને ખાવા માટે એક ડાલામથ્થો સિંહ તેની પાછળ દોડતો હોવાનો અને આ દ્રશ્ય અન્ય બે બાઈકસવારો દ્વારા જોવાતો હોવાનો એક વીડિયો વાયરલ થવા પામ્યો હતો.
જે વિડીયો અંગે વન વિભાગે તપાસ હાથ ધરી આ ઘટના સમયે હાજર લોકો તથા ઘટનાને અંજામ આપનાર અપરાધીઓને વનવિભાગે ઓળખી કાઢીયા હોવાનો અને એમને પકડી પાડી કાનૂની રાહે કડક પગલા ભરવા માટેની વનવિભાગ દ્વારા તજવીજ હાથ ધરાઇ છે. આ અંગે જૂનાગઢ સીસીએફ વસાવડાએ જય હિન્દ ને આપેલ એક ફોનિક મુલાકાતમાં જણાવ્યું હતું કે અમરેલી વનવિસ્તારમાં એક બાઈક પાછળ પશુને બાંધી તેમની પાછળ સિંહ દોડાવતો હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો જે વનવિભાગના જાણમાં આવતા જ તાત્કાલિક આ અંગેની ઇન્કવાયરી શરૂ કરી દેવામાં આવી હતી અને આ વીડિયોમાં જણાતા અપરાધીઓને વન વિભાગના દ્વારા ઓળખી લેવામાં આવ્યા છે તથા તેમની ધરપકડ કરવા માટેની તજવીજ હાથ ધરવામાં
આવી છે.