MBBS માં 10% EDWS નું અમલીકરણ બન્યું કોયડોMay 16, 2019

  • MBBS માં 10% EDWS નું અમલીકરણ બન્યું કોયડો

 દરખાસ્તને મંજૂરી માટે અનેક આંટીઘૂંટી હોવાથી ચાલુ વર્ષે અમલ સામે પ્રશ્ર્નાર્થ
રાજકોટ : એમબીબીએસમાં પ્રવેશમાં આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને 10 ટકા અનામત બેઠકો ફાળવવા માટે રાજય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી કવાયત છતા તેના અમલીકરણ સામે અનેક પડકારો હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. તાજેતરમાં જ ગાંધીનગર ખાતે રાજયના આરોગ્ય વિભાગના પ્રીન્સીપાલ સેક્રેટરીએ રાજયની મેડીકલ કોલેજના 17 ડીન સાથે ચર્ચાવિચારણા કરી એક દરખાસ્ત કેન્દ્ર સરકારને મોકલી આપી હોવાનું જાણવા મળે છે. કેન્દ્ર સરકારે આર્થિક રીતે પછાતને 10 ટકા અનામત આપવાના નિર્ણયના અમલની ગુજરાત રાજયમાં પ્રારંભ કરવામાં આવ્યો છે. જોકે એમબીબીએસમા પ્રવેશ માટે આર્થિક રીતે પછાત વિદ્યાર્થીઓને 10 ટકા અનામત આપવા માટે તા.9મી મેના રોજ ગાંધીનગર ખાતે રાજયના આરોગ્ય વિભાગના પ્રીન્સીપાલ સેક્રેટરીએ રાજયની 6 સરકારી મેડીકલ કોલેજ, 8 જીએમઈઆરએસ મેડીકલ કોલેજ અને 2 અમદાવાદ અને સુરતની કોર્પોરેશન સંચાલીત બે કોલેજ અને 1 રકરમસદની મેડીકલ કોલેજના ડીન સાથે બેઠક યોજી હતી. જેમાં આ લાભ આપવા માટે એક દરખાસ્ત તૈયાર કરીને કેન્દ્ર સરકારને મોકલી આપી છે. એમસીઆઈની મંજુરી અને ત્યારબાદ કેન્દ્ર સરકારની મંજુરી મળતા આ લાભ ચાલુ શૈક્ષણિક વર્ષે મળી શકે પરંતુ સમય ઓછો હોવાથી અને અનેક વહીવટી પ્રશ્ર્ન હોવાથી તેા અમલીકરણ સામે પ્રશ્ર્નાર્થ હોવાનું નિષ્ણાંતો માની
રહ્યા છે. મેડીકલ કોલેજ બેઠકો
અમદાવાદ 250
સુરત 250
રાજકોટ 150
ભાવનગર 150
વડોદરા 250
જામનગર 250 પીજી કોર્સમાં આ વર્ષે ઊઉઠજનો અમલ નહીં
ચાલુ શૈક્ષણિક વર્ષે પોસ્ટ ગ્રેજયુએશન કોર્સમાં પ્રવેશ આપવામાં આવ્યા છે. પરંતુ આ કોર્ષમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને 10 ટકા આર્થિક રીતે પછાતની સુવિધાનો લાભ આપવામાં આવ્યો નથી. બરોડા મેડીકલ કોલેજની તમામ વિભાગની 176 બેઠકો ઉપર આર્થિક રીતે પછાતની 10 ટકા અનામતનો લાભ અપાયો નથી. ટૂંક સમયમાં પ્રવેશની પ્રક્રિયા પણ પુરી થઇ જનાર છે. આજ પ્રમાણે એમબીબીએસમાં પણ થશે તેવું નિષ્ણાંતોનું માનવું છે.
ખઇઇજની 250થી વધુ બેઠકો ફાળવવી અઘરી
એક નિયમ મુજબ મેડીકલ કોલેજમાં એમબીબીએસમાં સૌથી વધુ 250 બેઠકો જ રાખી શકાય તેથી વધુ બેઠકો ફાળવી શકાય નહી. જયારે અમદાવાદ, સુરત, વડોદરા અને જામનગરની સરકારી મેડીકલ કોલેજમાં 250 બેઠકો છે. હવે 10 ટકા બેઠકો વધારી શકાય નહી જો વધારવી હોય તો કેન્દ્ર સરકારે મોટા ફેરફાર કરવા પડે જેમાં અનેક વહીવટી ગુંચ પેદા થાય તેવું હોવાથી અને વધેલી સીટો માટે શૈક્ષણિક સ્ટાફ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સુવિધા સહિતના અનેક પ્રશ્ર્નો સર્જાય તેમ છે.