દેશ બદલ રહા હૈ ઈં પોલીસનાં મતે દારૂનાં ભઠ્ઠા ‘ગૃહઉદ્યોગ’May 16, 2019

  • દેશ બદલ રહા હૈ ઈં પોલીસનાં મતે દારૂનાં ભઠ્ઠા ‘ગૃહઉદ્યોગ’

 રજૂઆતકર્તાની ફરિયાદ બાદ પોલીસ જ બૂટલેગરોને બાતમી આપી ઘર પર કરાવે છે હુમલા
કોડીનાર તા.16
કોડીનાર શહેર અને તાલુકા ભરમાં છેલ્લા કેટલાક સમયથી ઠેક ઠેક્ાણ દેશી દારૂના હાટડા ખુલ્લે આમ પાણીના પરબની જેમ મંડાઈ ગયા છે. જાહેરમાં વેચાતા દેશી દારૂ અને દારૂ પી છાટકા બનેલા તત્વોથી ભદ્ર સમાજના લોકો તેગ આવી ગયા છે. આવા તત્વોની પોલીસમાં રજૂઆત થઈ શકતી નથી અને કરાય તો ફરીયાદ કરનારની મુશ્કેલી વધી ભાય છે. તેવી એક ચોકાવનારી હકીકત બહાર આવી છે.
વિગત એવી છે કે, કોડીનારના મુળદ્વારકા બંદરે મછીયારા વિસ્તારમાં રહેતા ચાર જેટલા શખ્સો પોતાના મકાનમાં બને બહાર ઓટલા ઉપર જાહેરમાં દેશી દારૂની પોટલી વેચી રહ્યા હોઈ ત્યાથી દારૂ પીને છટકા બનતા લોકોથી તંગ આવી જઈ મછીયારા સમાજના પટેલ ઈભરામભાઈ પટેલીયા કોડીનાર પોલીસમાં રજૂઆત કરી હતી.
તેના પાડોશમાં ઓસ્માણ ઈભરામ હારૂન હુંસેન, હુંસેન સુલેમાન તથા હારૂનશા નામના શખ્સો દારૂ વેચતા હોઈ તેને ઘરે પીવા આવનારા તત્વો છાટકા બની શેરીમાં તોફાન કરતા હોવાની ફરીયાદ કરી હતી.
જેમાં ચોર કોટવાળને દંડે એ કહેવત મુજબ જવાબદાર પોલીસે ઈભરામભાઈ પટેલને જણાવ્યું હતું કે આ લોકો ગરીબ અને અપંગ હોઈ રોજી રોટી કમાઈ છે તમને શું વાંધો છેે?
જયારે આ વાતની દારૂ વેચનારા તત્વોને ખબર પડતા તેઓ દ્વારા ઈભરામભાઈ પટેલના ઘર ઉપર હુંમલો કરી પોલીસમાં તેમના વિરૂદ્ધ ફરીયાદ પણ દાખલ કરી હતી જેમાં પોલીસે પણ દારૂ વેચનારા તત્વોની મદદ કરી હોવાની ચોકાવમારી ફરીયાદ ઈભરામભાઈ પટેલે કરી હતી. કોડીનાર પોલીસ સ્ટેશનમાં ઘણા સમયથી પી.આઈ.ની જગ્યા ખાલી છે પી.એસ.આઈ.થી ચાલતા આ પોલીસ સ્ટેશનમાં એક પી.એસ.આઈ. પણ લાંબી રજા ઉપર ઉતરી ગયા છે કોડીનાર શહેર અને તાલુકાનો કાયદો વ્યવસ્થા રામભરોસે ચાલી રહ્યો છે. આવા સમયે જવાબદાર બિટ જમાદારોની રહેમ દ્રષ્ટિ હેઠળ કોડીનાર શહેર અને તાલુકાના ગામડે ગામડે દેશી દારૂના મીની કારખાના અને વેચનારા પાણીના પરબની જેમ હાટડા ખોલી બેસી ગયા છે. દારૂના ધંધાર્થીઓ પણ દારૂ પીનારાઓને વધુ નશો ચડે એટલા માટે દેશી દારૂ સાથે અન્ય કેમીકલ મીક્ષ કરતા હોય છે ત્યારે કોડીનારમાં ગમે ત્યારે લઠ્ઠા કોડ સર્જાય તો નવાઈ નહી રહે. અહીના જીનપ્લોટમાં, છારાઝાંયા શીંગવડા નહી, જુની બકાલા મારકેટ, ફીસમારકેટ, બસ સ્ટેન્ડ સામેના વિસ્તાર સહિત અનેક જગ્યાએ દેશી દારૂની પોટલી વેચાઈ રહી છે. ત્યારે પોલીસ તંત્રને આબરૂ જેવું કોઈ હોય તો આ જાહેરમાં દારૂ વેચનારા સામે દાખલા રૂપ પગલા ભરે તે ઈચ્છમીય છે. કોડીનાર શહેરનો દક્ષિણા મૂર્તિનો વિસ્તાર જયાં બાલ મંદિરથી કોલેજ સુધી શૈક્ષણિક ઝોન આવેલો છે. અને આ વિસ્તારમાં બારથી પંદર હજાર બાળકો અભ્યાસ કરી રહ્યા છે. ત્યાં જાહેરમાં દેશી દારૂના મીની કારખાના ચાલી રહયા છે.
ત્યાના રહેવાસી અને ગોહિલની ખાણ ગામના સરપંચની વારંવાર રજૂઆત પછી પણ તંત્ર એ દારૂના મીની કારખાના ચલાવનાર સામે લાજ કાઢી હતી ત્યારે લોકોએ જનતા રેડ પણ પાડી હતી આમ છતા પણ આ વિસ્તારની આવી અસામાજીક પ્રવૃતિ કરનાર તત્વો હજુ પણ બેફામ બન્યા છે. મુળદ્વારકા બંદર મછીયારી સમાજના પટેલ ઈભરામભાઈ પટેલીયા એ દક્ષિણ રેંજના બાહોેશ અને નિષ્ઠાવાન આઈ.જી. સુભાષભાઈ ત્રિવેદીને એક અંગત પત્ર પાઠવી દારૂના ધંધાર્થીઓને અંકુશમાં રાખવા રજૂઆત કરી છે. ત્યારે આવનારા દિવસોમાં કોડીનારનો કાયદો વ્યવસ્થા પોલીસના હાથમાં છે કે બુટલેગરોના હાથમાં તેનો ખ્યાલ આવશેે.