મનની એકાગ્રતા.....!!!April 18, 2019

  • મનની એકાગ્રતા.....!!!

સ્વામી વિવેકાનંદ અમેરિકામાં ધર્મપ્રચાર માટે ગયા હતા. અમેરિકામાં તેઓ ઘણી બધી જગ્યાએ ઘણા બધા મહાનુભાવોને મળવા જતા હતા. એકવાર રસ્તામાં તેઓ એક મેદાન પાસેથી પસાર થતા હતા ત્યારે તેઓ બાળકોને રમતા જોઇ થોડીવાર ઉભા રહી ગયા. મેદાનમાં છોકરાઓ છરા વાળી ગનથી નિશાન તાકવાની રમત રમતા હતા. એક છોકરો હવામાં દડો ઉછાળે અને બીજો તે દડાને ગનથી નિશાન તાકે કેટલાક છોકરા નિશાન તાકે અને કેટલાંક ચૂકી જાય. નિશાન ચૂકી ગયેલા નિરાશ છોકરાઓને જોઇ સ્વામીજી હસે છે. સ્વામીજીને હસતા જોઇ છોકરાઓ રમતમાં સ્વામીજીને પણ સામેલ કરે છે. નિરાશ થયેલ છોકરાઓમાંથી એક છોકરાએ સ્વામીજીના હાથમાં ગન આપી અને એક જ વારમાં નિશાન તાકવા કહ્યું છોકરાઓને વિશ્ર્વાસ હતો કે સ્વામીજી હાર માની લેશે. સ્વામીજીએ તરત હાથમાં ગન લીધી અને એકજ વારમાં દડાને નિશાન તાકી લીધું સ્વામીજીએ વારાફરતી ત્રણ-ચાર વાર સફળ નિશાન તાકી બધાને ચકિત કરી દીધા. સ્વામીજીએ જિંદગીમાં પ્રથમવાર જ આ રીતે નિશાન તાકયું હતું અને તેમાં પણ સફળ થયા હતા
છોકરાઓએ સ્વામીજીને આ સફળતા માટે રહસ્ય પૂછયું ત્યારે સ્વામીજીએ સરળ શબ્દોમાં બોધ આપ્યો કે,"કોઇપણ કાર્ય કરવા માટે મનની એકાગ્રતા કેળવો જો તમારું મન એકાગ્ર થશે તો કોઇપણ કાર્યમાં સફળ થશો. મે કયારેય નિશાન તાકવાની રમત રમી પણ નથી અને જઇ પણ નથી છતાં આજે તમને રમતા જોઇ મેં મનની એકાગ્રતાથી રમત જોઇ અને હું તેમાં સફળ થયો. : બોધ :
જીવનમાં આપણે એકાગ્રતા કેળવીશું તો કોઇપણ કાર્ય સુંદર અને સફળ થશે માટે જીવનના દરેક સંજોગોમાં શાંત અને એકાગ્ર મન રાખો