જેટ એરવેઝને 400 કરોડનું ઈમરજન્સી ફન્ડિંગ ન મળ્યું, આજ રાતથી તમામ ફ્લાઈટ્સ બંધ થાય તેવી શક્યતા

  • જેટ એરવેઝને 400 કરોડનું ઈમરજન્સી ફન્ડિંગ ન મળ્યું, આજ રાતથી તમામ ફ્લાઈટ્સ બંધ થાય તેવી શક્યતા

મુંબઈઃ દેવાના સંકટનો સામનો કરી રહેલી જેટ એરવેઝને બેન્કો તરફથી ઈમરજન્સી ફન્ડિંગ મળી શક્યું નથી. જેટે સંકટમાંથી બહાર આવવા અને ઓપરેશન ચાલુ રાખવા માટે 400 કરોડની ઈમરજન્સી રકમ માંગી હતી. સૂત્રોનું કહેવું છે કે જેટ એરવેઝ આજ રાતથી તેની તમામ ફલાઈટ્સ બંધ કરી દેશે. રાતે 10.30 વાગે જેટની છેલ્લી ફલાઈટ ઉડાન ભરશે. ત્રણ મહિનાની સેલેરી ન મળવાથી નારાજ પાયલટ્સે ફરી ચેતવણી આપી છે. તેમના સંગઠન નેશનલ એવિએટર્સ ગિલ્ડના વાઈસ પ્રેસિડેન્ટ અસીમ વલિયાનીએ કહ્યું કે એસબીઆઈ પૈસા આપવા બાબતે ગંભીર નથી. સંગઠન દવાળિયા કાયદા અંતર્ગત એનસીએલટીમાં અપીલ કરી શકે છે. મામલો એનસીએલટીમાં ગયો તો બેન્કને લોન પરત લેવામાં મહીનાઓ લાગી શકે છે. એક સૂત્રએ કહ્યું કે જેટનું સંકટ વધ્યા બાદ 400 પાયલટ્સ નોકરી છોડી ચૂક્યા છે. હવે જેટની પાસે 1,300 પાયલટ રહ્યાં છે.