સાધ્વી પ્રજ્ઞા ભોપાલથી દિગ્ગિરાજા સામે લડશે

  • સાધ્વી પ્રજ્ઞા ભોપાલથી દિગ્ગિરાજા સામે લડશે

ભોપાલ તા. 17
મધ્યપ્રદેશની ભોપાલ સીટ પરથી ભાજપની ટિકિટ પર સાધ્વી પ્રજ્ઞા સિંહ ચૂંટણી લડશે તે લગભગ નિશ્ચિત છે. બુધવારે સાધ્વી પ્રજ્ઞાએ ભાજપ જોઈન કર્યું છે. સાધ્વીએ પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણની હાજરીમાં ભાજપની સભ્યતા ગ્રહણ કરી. આ પહેલાં સવારે શિવરાજની આગેવાનીમાં ભાજપના નેતાઓની મીટિંગ મળી હતી. ભાજપ જોઈન કર્યા બાદ સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું કે ચૂંટણી લડીશ અને જીતીશ. તેઓએ કહ્યું કે આ કોઈ પડકાર નથી મારા માટે, હું ધર્મ પર ચાલનારી છું. મારી સાથે જે કંઈ પણ થયું તે હું જણાવીશ. કોંગ્રેસે આ બેઠક પરથી દિગ્વિજય સિંહને ટિકિટ આપી છે.