કમોસમી વરસાદમાં નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવાશે : રૂપાણી

  • કમોસમી વરસાદમાં નુકસાનીનો સર્વે કરી સહાય ચૂકવાશે : રૂપાણી

 મૃતકોના પરિવારજનોને બે લાખની સહાય અપાશે
રાજકોટ તા,17
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર - કચ્છમાં ગઈકાલે થયેલ માવઠાથી ખેડૂતોને વ્યાપક નુકશાન થયું છે. કરા સાથે વરસાદ ખાબકતા ખુલ્લામાં પડેલ ઘઉં, ચણા, કપાસના ઢગલાઓ પલળી ગયા છે. તેમજ ઉભા પાકને પણ નુકશાન થયું હોય સર્વે કરી સહાય ચૂકવવાની જાહેરાત મુખ્યમંત્રીએ કરી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યુ છે કે ગઇકાલે જે વાવાઝોડુ આવ્યુ અને એના પરિણામે જે નાગરિકોના મૃત્યુ થયા છે તેમના સ્વજનોને રાજય સરકાર રૂપિયા બે લાખની સહાય કરશે. તેમજ વાવાઝોડા ના પરિણામે જે વિસ્તારોમાં ખેતીને નૂકસાન થયુ છે એનો પણ સર્વે કરવા માટે સબંધિત અધિકારીઓને સૂચનાઓ આપી દીધી છે અને સર્વે બાદ જરૂરિયાત મૂજબ એમાં પણ સહાય ચૂકવાશે.
તેમણે ઉમેર્યુ કે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ પણ વાવાઝોડા ના કારણે થયેલ મૃત્યુના સ્વજનને રૂપિયા બે લાખ આપવાની જાહેરાત કેન્દ્ર સરકારે કરી છે.તે સહાય પણ ચૂકવાશે.