ટાઢોડાની સિસ્ટમ પૂરી, કાલથી ફરી ઉકળાટ

  • ટાઢોડાની સિસ્ટમ પૂરી, કાલથી ફરી ઉકળાટ
  • ટાઢોડાની સિસ્ટમ પૂરી, કાલથી ફરી ઉકળાટ

વહેલી સવારે ઠંડો પવન ફૂંકાયો; લઘુત્તમ તાપમાન પટકાયું: આજે છૂટાછવાયા ઝાપટાંની આગાહી: કાળઝાળ ગરમીમાંથી લોકોને મળી મુક્તિ રાજકોટ તા. 17
અપર એર સાયકલોનિક સરકયુલેશનના કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે ગાજવીજ, કરા સાથે માવઠું પડયું હતું આ સિસ્ટમ પસાર થઇ જતા આજે પવનનુ જોર રહેશે જોકે આજે વ્હેલી સવારે લઘુતમ તાપમાન પટકાયું હતું.
હવામાન વિભાગના સુત્રોએ જણાવ્યું હતું કે રાજસ્થાન ઉપર સર્જાયેલ સિસ્ટમના કારણે બે દિવસ વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. રાજકોટ, મોરબી, વાંકાનેર, જોડીયા, ધ્રોલ, પડધરી, ધ્રાંગધ્રા, મુળી સહિતના શહેરોમાં જોરદાર પવન સાથે વરસાદ પડયો હતો.
સુત્રોએ વધુમાં જણાવ્યું હતું કે આ સિસ્ટમ સૌરાષ્ટ્ર-ગુજરાત ઉપરથી પસાર થઇ જતા આજથી માવઠાની કોઇ શકયતા નથી આકાશમાં વાદળો છવાશે વરસાદના કારણે ઠંડો પવન ફુંકાયો હતો.
માવઠાના કારણે આજે સૌરાષ્ટ્ર-કચ્છનું લઘુતમ તાપમાન પટકાયું હતું. રાજકોટમાં લઘુતમ તાપમાન 22.1, ભાવનગર 20.4, પોરબંદરમાં 22, વેરાવળમાં 22.5, દ્વારકામાં 25.1, ઓખામાં 25.3, ભુજમાં 22.5, નલીયા 24.0, સુરેન્દ્રનગર 20.6, કંડલા 21.7, અમરેલીમાં 21.5, મહુવામાં 19.3, દિવમાં 19.4 ડીગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છ ઉપરથી સિસ્ટમ પાસ થઇ જતા આજે ઠંડો પવન ફુંકાયો હતો. આવતીકાલથી ફરી તાપમાન સાથે ગરમાગરમ લુ ફુંકાવાનું શરૂ થશે સાથોસાથ તમામ શહેરોમાં વ્હેલી સવારે ભેજનું પ્રમાણ વધી ગયું હતું. ગઇકાલે સૌરાષ્ટ્રમાં છુટાછવાયા સ્થળોએ મીની વાવાઝોડા સાથે વરસાદ પડયો હતો. ધ્રાંગધ્રા, મુળી પંથકમાં મીની વાવાઝોડું ત્રાટકયું હતું વીજથાંભલા જમીન દોસ્ત થતા વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. માવઠાના કારણે યાર્ડમાં ખુલ્લામાં રાખેલ માલ પલળી ગયો હતો. તેમજ વીજ ત્રાટકના કારણે બે ના મોત પણ થયા હતાં. માવઠાથી ખેડુતોને લાખો રૂપિયાનું નુકશાન થયું હતું. ભારે પવનના કારણે ભાજપ-કોંગ્રેસના બેનર, હોર્ડિંગ્સ, સમીયાણા તુટી ગયા હતા અનેક જગ્યાએ ચાલતી કથાઓના મંડપ પણ જમીન દોસ્ત થયા હતા.
ભાવનગર : ભાવનગરમાં વહેલી સવારે ઠંડો પવન ફૂંકાયો હતો પલટાયેલા વાતાવરણથી તાપમાનમાં 4 ડીગ્રીનો ઘટાડો થતાં ગરમીમાં રાહત અનુભવાઇ છે.
ભાવનગર જીલ્લામાં છેલ્લા બે અઠવાડીયાથી ભારે ગરમીનો માહોલ છવાઇ ગયો હતો. પરંતુ છેલ્લા બે દિવસથી વાતાવરણમાં પલ્ટો ખાવતા ગરમીમાં રાહત થઇ છે. ગઇકાલે સાંજ ે જીલ્લામાં કેટલાક સ્થળોએ વરસાદમાં છાંટા અને હળવા ઝાપટાં પડયા હતાં. જયારે તેજ પવન ફુંકાતા ધુળની ડમરીઓ ઉડી હતી.
બે દિવસ થી વાતાવરણ પલટતા મહતમ તાપમાનમાં 4 ડીગ્રીનો ઘટાડો થયાછે. આવી કાળઝાળ ગરમીમાં નગરજનો ને રાહત મળી છે. જોકે માવઠા જેવા વાતાવરણ અનેે ભારે પવન ફુંકાતા કેરી સહિતનાં પાકને નુકશાન થવાની ભીતી સેવાઇ રહી છે.