રૂા.50 અને 100ની ‘નવી’ નોટો આવશે

  • રૂા.50 અને 100ની ‘નવી’ નોટો આવશે


મુંબઇ: ભારતીય રિઝર્વ બેંક (આરબીઆઇ)એ મંગળવારે કહ્યું કે તે 50 રૂપિયાના મૂલ્યની નવી નોટને ચલણમાં લાવશે. આ નોટ પર ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે. રિઝર્વ બેંક પચાસ રૂપિયાની આ નવી નોટ મહાત્મા ગાંધી (નવી) સીરીઝમાં જાહેર કરશે. આ નોટોની ડિઝાઇન મહાત્મા ગાંધીની નવી સીરીઝવાળા 50 રૂપિયાની નોટની
સમાન જ હશે. આરબીઆઇએ કહ્યું કે પપહેલાં જાહેર કરવામાં આવેલી બધી નોટ ચલણમાં રહેશે. શક્તિકાંત દાસ રિઝર્વ બેંકના 25મા ગર્વનર છે. 1980 બેંચના રિટાયર્ડ ઈંઅજ અધિકારી શક્તિકાંત દાસ આ પહેલાં ફાઇનાન્સ કમીશનના સભ્ય હતા. ઉર્જિત પટેલના રાજીનામા બાદ ડિસેમ્બર 2018માં તેમને રિઝર્વ બેંકના ગર્વનર બનાવવામાં આવ્યા હતા.
નોટબંધીના લગભગ બે વર્ષ બાદ 18 ઓગસ્ટના 2018ના રોજ રિઝર્વ બેંકે નવી 50 રૂપિયાની નોટ જાહેર કરી હતી. તે સમયે ઉર્જિત પટેલ રિઝર્વ બેંકના ગર્વનર હતા. તે નોટ પણ મહાત્મા ગાંધી સીરીઝની જ છે. તેમાં પાછળની તરફ રથના સાથી હમ્પીના મંદિરનો ફોટો છે. તમને જણાવી દઇએ કે 8 નવેમ્બર 2016ના રોજ નોટબંધીનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારબાદ 500 અને 2000ની નવી નોટ જાહેર કરવામાં આવી હતી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (આરબીઆઇ) ટૂંક સમયમાં 100 રૂપિયાની નોટ નવા ફેરફાર સાથે લોન્ચ કરશે. નવી નોટમાં (આરબીઆઇ) ના નવા ગવર્નર શક્તિકાંત દાસની સહી હશે. આ નોટોની ડિઝાઇન બધા મામલે મહાત્મા ગાંધી (નવી) સીરિઝની 100 રૂપિયાની નોટોની સમાન હશે. નવી નોટ જાંબલી રંગની જ હશે. ટૂંક સમયમાં જાંબલી રંગની 100 રૂપિયાની નોટ એટીએમમાં પણ મળવાનું શરૂ થઇ જશે. તેમાં એક ખાસ ફિચરને સામેલ કરવામાં આવી શકે છે. પરંતુ મોટાભાગે નવી નોટ આવતાં તેની ફીચર ઇમેજ નોટ તૈયાર કરી લેવામાં આવે છે.