કોંગ્રેસ J&Kમાંથી ધારા 370 હટવા નહીં દે:આઝાદ

  • કોંગ્રેસ J&Kમાંથી ધારા 370 હટવા નહીં દે:આઝાદ

કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદે કહ્યું, ભાજપ ચાહે 200 રાજ વર્ષ કરી લે, કાશ્મીરમાં ધારા 370 હતી, છે અને રહેશે શ્રીનગર, તા.17
લોકસબા ચૂંટણી 2019 લોકસભા ઇલેકશન 2019 ના સંકલ્પ પત્ર (ચૂંટણી ઢંઢેરો)માં ભાજપે કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાની વાત કરી છે. તેના પર જમ્મૂ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે પાર્ટીનો પક્ષ રાખ્યો છે. કલમ 370ના મુદ્દા પર કોંગ્રેસ સામે આવી છે. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદે કહ્યું કે, કોંગ્રેસના રહેતા કાશ્મીરમાં કલમ 370 કોઇ હટાવી શકશે નહીં. આઝાદે કહ્યું કે, ભાજપ 200 વર્ષ પણ સરકારમાં રહે, તો પણ કલમ 370 હટાવી શકશે નહીં.
કાશ્મીરમાં કલમ 370 ના સવાલ પર નેશનલ કોંફ્રેન્સ અને પીડીપીની પાછડ રહી બેટિંગ કરી રહેલી કોંગ્રેસ હવે ખુલ્લેઆમ સામે આવી ગઇ છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે અનંતનાગમાં કહ્યું કે, જ્યાં સુધી કોંગ્રેસ છે કલમ 370 નહીં હટવા દે. ભલે પછી ભાજપ 200 વર્ષ સુધી રાજ કરી લે.
કાશ્મીરમાં લોકસભા પ્રચારમાં ફારૂક અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી કલમ 370 હટાવવા પર દેશને તોડવાની ધમકી આપી ચુક્યા છે. ભાજપ શરૂથી કહી રહી છે કે, કલમ 370 પર બંને પાર્ટીઓની પાછળ કોંગ્રેસનો સપોર્ટ છે. ભાજપે ચૂંટણી ઢંઢેરામાં 370 અને 35અ હટાવવાની વાત કરી છે.ગુલામ નબી આઝાદે કહ્યું છે કે જ્યાં સુધી કોંગ્રેસનું અસ્તિત્વ છે ત્યાં સુધી 370 હટાવી શકશે નહીં.